2027 વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત

વિરાટ કોહલી: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી, જ્યાં તેણે 2027 માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં રમવા અંગે એક મોટી અપડેટ આપી. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેમના આ નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ જ કારણ છે કે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ 15 સેકન્ડના વીડિયોમાં વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે માત્ર 2027નો વર્લ્ડ કપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે.

ભારત છેલ્લી વખત 2023 માં ચૂકી ગયું હતું

તમને જણાવી દઈએ કે ભારત 2023 માં ODI વર્લ્ડ કપ જીતવાની ખૂબ નજીક હતું, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને ૧૧ મેચમાં ૯૫.૬૨ ની સરેરાશથી ત્રણ સદી અને છ અર્ધશતક સાથે રેકોર્ડ ૭૬૫ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.