મુંબઈ: અભિનેતા આમિર ખાન આવતીકાલે, શુક્રવાર 14 માર્ચે પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. આવતીકાલે તેમનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવશે. પરંતુ તે પહેલાં આજે ગુરુવારે અભિનેતાએ પાપારાઝી સાથે ઉજવણી કરી હતી. તેમણે પેપ્સ અને પત્રકારો સાથે મળીને કેક તો કાપી જ હતી, પરંતુ પોતાના હાથે એક પછી એક બધાને કેક ખવડાવી પણ હતી.
આમિર ખાને પોતાનો જન્મદિવસ પાપારાઝી સાથે ઉજવ્યો. કેક કાપ્યા પછી અભિનેતાએ પોતાના હાથે બધાને કેક ખવડાવી હતી અને પછી તેની કારકિર્દી અને આગામી પ્રોજેક્ટ્સ વિશે ઘણી વાતો શેર કરી હતી. નોંધનીય છે કે આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી લાપતા લેડીઝ ફિલ્મે આઈફામાં છવાઈ ગઈ હતી. આ ફિલ્મે આઈફામાં અનેક અવોર્ડ જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે આમિર ખાન કોઈ મહિલાને ડેટ કરી રહ્યા છે એવી પણ ચર્ચા વહેતી થઈ છે. મળતી માહિતી પ્રમાણે અભિનેતા બેંગલુરુની ગૌરી નામની એક મહિલાને ડેટ કરી રહ્યા છે, જેનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી.
View this post on Instagram
શાહરૂખ અને સલમાન સાથે ફિલ્મ પર કરી વાત
સેલિબ્રેશન બાદ પાપારાઝીએ આમિર ખાનને પૂછ્યું કે શું તે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મ કરશે? આ અંગે મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું,’ચોક્કસ કરીશું, અમે ત્રણેય પણ આવી ફિલ્મ કરવા માંગીએ છીએ. સારી વાર્તા આવતાની સાથે જ અમે તે ચોક્કસ કરીશું.’
