રાખડીઓ પર વડાપાંઉ પિઝા ફ્રૂટીના ચિત્રો

શ્રાવણની પૂનમ રક્ષાબંધન આવે એટલે સિઝનેબલ બજારમાં રંગબેરંગી વિવિધ રાખડીઓ જોવા મળે છે. સમયની સાથે દર વર્ષે રાખડીઓમાં પણ ડિઝાઈન, સામગ્રીમાં નવીનતા જોવા મળે છે. ભાઈ બહેનના પવિત્ર બંધનની દોરીમાં રેશમથી માંડી હીરા, મોતી, સોના, ચાંદી, રુદ્રાક્ષ સહિત અનેક ચીજવસ્તુઓ પરોવવામાં આવે છે. એમાંય બાળકોને મનોરંજન આપતા પાત્રો વાળી રાખડીઓમાં પણ વિવિધતા આવતી જાય છે. છોટાભીમ, મોટુ પતલુ, હનુમાન, ટોમ એન્ડ જેરી, છોટા ભીમ, રાધા કૃષ્ણ જેવા અનેક પાત્રો સાથેની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ સાથે અત્યારના સમયનું સૌથી પ્રચલિત ફાસ્ટ ફૂડ પિઝા, વડાપાંઉ, ફ્રૂટી વાળી રાખડીઓ પણ બજારમાં મળી રહી છે. ભાઈ બહેનની લાગણીઓ સાથે બાળકો મનોરંજન આપતા પાત્રો અને ફાસ્ટ ફૂડ દર્શાવતી રાખડીઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)