શુક્રવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે જિલ્લામાં બારે તારાજી સર્જાઈ હતી. ત્યારે . ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા.કચ્છમાં અમિત શાહ જખૌ અને માંડવીની મુલાકાત લીધી હતી. અને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું.
#WATCH | Kachchh, Gujarat: Union Home Minister Amit Shah interacts with people at a relief camp in Jakhau village pic.twitter.com/pUqVSZuwba
— ANI (@ANI) June 17, 2023
અમિત શાહે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું
મહત્વનું છે કે બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી વધારે અસર થઈ છે. ત્યારે કચ્છના વિસ્તારમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah met the people of Kathda village in Mandvi pic.twitter.com/22tdv4gqFm
— ANI (@ANI) June 17, 2023
માંડવી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની લીધી મુલાકાત
કચ્છમાં હવાઈનિરિક્ષણ કર્યા બાદ અમિત શાહ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા માંડવી હૉસ્પિટલ પહોંચ્યા હતા. અને એડમીટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમના ખબર અંતર પુછ્યા હતા.
Union Home Minister Amit Shah along with Gujarat CM Bhupendra Patel conducted an aerial survey of areas affected due to #CycloneBiporjoy, in Kachchh, Gujarat pic.twitter.com/cj52qtdFKU
— ANI (@ANI) June 17, 2023
NDRF જવાનો અને અધિકારીઓને મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ NDRF જવાનો અને અધિકારીઓને મળ્યા હતા.
#WATCH| Gujarat: Union Home Minister Amit Shah meets NDRF personnel in Kachchh district pic.twitter.com/XIQ84GM9dj
— ANI (@ANI) June 17, 2023
અમિતશાહ ભુજમાં એક પ્રેસ ક્રોન્ફ્રેસને સંબોધન કરશે
જાણકારી મુજબ અમિત શાહ ભુજથી જખૌ કોસ્ટ ગાર્ડના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. જાણકારી મુજબ નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5 કલાકે ભુજમાં એક પ્રેસ ક્રોન્ફ્રેસને સંબોધન કરશે . જાણકારી મુજબ કચ્છની મુલાકાત લીધા બાદ અમિતશાહ અમદાવાદ પણ આવી શકે છે.
Gujarat | Union Home Minister Amit Shah visited Mandvi Civil Hospital and met the people admitted there. pic.twitter.com/JLVbovreQd
— ANI (@ANI) June 17, 2023