નવી દિલ્હીઃ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર પ્રતિબંધો લાદવા સંબંધિત વિધેયકને મંજૂરી આપી દીધી છે. આ બિલ સેનેટમાંથી પહેલેથી જ પસાર થઈ ચૂક્યું છે. અહેવાલ મુજબ ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ વિધેયક 262-159 મતથી પસાર થયું છે અને હવે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ તે કાયદો બની જશે.
ભારત માટે શું મુશ્કેલી છે?
આ વિધેયક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી મોટી માત્રામાં ઓઇલ અને ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે. ભારત અને ચીન રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાં સામેલ છે. રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર દબાણ લાવવા માટે આ ટેરિફની જોગવાઈ કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં ભારત સરકારે આ મુદ્દે પોતાનો જવાબ સ્પષ્ટ કર્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે:
- ભારત સરકારે અમેરિકી કોંગ્રેસમાં રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતા કાયદાને પસાર કરવામાં આવ્યો હોવાની નોંધ લીધી છે. અમે આ મામલે આગળના ઘટનાક્રમ પર સરકાર નજર રાખી રહી છીએ.
- અગાઉ પણ અનેક વખત જણાવવામાં આવ્યું છે તેમ, ભારત પોતાના 4 અબજ લોકો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારત વિવિધ સ્રોતો એટલે કે અલગ-અલગ દેશોમાંથી ઊર્જા મેળવવાનું ચાલુ રાખશે અને બજારની બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખશે.
- તાજેતરના મહિનાઓમાં અમેરિકી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. ભારતીય પક્ષે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ નિર્ણયની માત્ર દ્વિપક્ષી સંબંધો પર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર પર પણ અસર પડી શકે છે.
- ભારતીય પક્ષે પોતાના વેપારી અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવાની પોતાની પ્રતિબદ્ધતા પણ સ્પષ્ટ કરી છે. સરકાર આ ઘટનાક્રમની અસરનો સામનો કરવા માટે ભારતીય વેપાર અને ઉદ્યોગ સંગઠનો સાથે મળીને કામ કરશે.




