ટ્રેડ વોર વધુ ઘેરું બન્યું: ટ્રમ્પનો ડ્રેગન પર વધુ એક બોમ્બ

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ઘેરું બન્યું છે. હવે અમેરિકાએ ચીનથી આવતા માલ પર 245 ટકા સુધીનો ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લગાવ્યો છે. આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે ચીને પોતાની એવિયેશન કંપનીઓને અમેરિકન બોઇંગ જેટ વિમાનની નવી ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. એ સાથે જ બીજિંગે ચીની વિમાન કંપનીઓને અમેરિકન કંપનીઓથી વિમાની સાધનો અને પાર્ટસ ખરીદવાનું બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ પગલાં અમેરિકાના અગાઉના 145 ટા  ટેરિફના જવાબમાં લેવામાં આવ્યાં હતાં. હવે અમેરિકા દ્વારા વધારાના 100 ટકા ટેરિફ સાથે કુલ ટેરિફ 245 ટકા થઈ ગયો છે.ચીનએ 11 એપ્રિલે અમેરિકન માલ પર 125ટ ટકા ટેરિફ લગાવ્યો હતો,

અમેરિકાના નવા ટેરિફના પગલે ચીને કહ્યું છે કે તેઓ ટ્રેડ વોરથી ડરતા નથી અને તેઓ હજુ પણ વાતચીત દ્વારા સમાધાન ઈચ્છે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું કે જો અમેરિકા ખરેખર વાતચીતથી મુદ્દા હલ કરવા માગે છે, તો તેમને દબાણ બનાવવું, ધમકાવવું અને બ્લેકમેલ કરવાનું બંધ કરવું જોઈએ.

તેમણે પત્રકારોને કહ્યું કે હતું કે અમેરિકાને પૂછવું જોઈએ. ટેરિફ વોર અમે શરૂ કર્યું નથી, અમે તો માત્ર પ્રતિસાદ આપી રહ્યા છીએ. અમારા પગલાં સંપૂર્ણ રીતે તર્કસંગત અને કાયદેસર છે. અમે દેશના હકો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ન્યાયસંગત વ્યવહાર જાળવવા પ્રયત્નશીલ છીએ.

અમેરિકા અને ચીનના ટ્રેડ વોર વચ્ચે ચીને સાત કીમતી ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીને કાર, ડ્રોન, રોબોટ અને મિસાઇલ જેવી ટેક્નોલોજી માટે ઉપયોગી ચુંબકોના શિપમેન્ટને પણ રોકી દીધાં છે. આ મટિરિયલ્સ ઓટોમોબાઇલ, સેમિકંડક્ટર અને એરોસ્પેસ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વિશ્વમાં વાહન, વિમાન, ચિપ્સ અને હથિયાર બનાવતી કંપનીઓ પર અસર પડશે અને આ વસ્તુઓ મોંઘી બનશે.