IPL 2024 માટે આવતીકાલે હરાજી, દિગ્ગજ ખેલાડીઓ પર લાગશે કરોડોની બોલી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બર, મંગળવારે યોજાશે. આ પહેલીવાર છે જ્યારે આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી વિદેશમાં થઈ રહી છે. દુબઈના એરેના ખાતે આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ માટે હરાજી થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 333 ખેલાડીઓના નામ શેર કર્યા છે જેઓ IPL મીની ઓક્શનમાં સામેલ થશે. 10 ટીમોમાં 77 સ્લોટ ખાલી છે એટલે કે 333 માંથી 77 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે જેમાંથી 30 વિદેશી હશે.

 

IPL 2024 સીઝન માટે ખેલાડીઓની હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે?

IPL 2024 સીઝન માટે હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે. IPL 2024 હરાજીની લાઇવ સ્ટ્રીમિંગ JioCinema પર ઉપલબ્ધ હશે જ્યારે Star Sports Network તેની વિવિધ ચેનલો પર ઇવેન્ટનું પ્રસારણ કરશે.

 

આ વખતે હરાજી માટે કેટલા ખેલાડીઓ ઉપલબ્ધ છે?

કુલ 333 ક્રિકેટરોની હરાજી થશે જેમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ સામેલ છે.

કોઈપણ ટીમના ખેલાડીઓની મહત્તમ સંખ્યા કેટલી છે?

દરેક IPL ટીમમાં વધુમાં વધુ 25 સભ્યો અને ઓછામાં ઓછા 18 સભ્યો હોઈ શકે છે. દરેક ટીમમાં વધુમાં વધુ આઠ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. IPL 2024ની હરાજીમાં કેટલા ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે અને ટીમો માટે બાકીની રકમ કેટલી છે. આઈપીએલની 10 ટીમોએ કુલ 173 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાંથી 50 વિદેશી ક્રિકેટરો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે સૌથી વધુ 19 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

IPL 2024 માટે હરાજી કરનાર કોણ હશે?

મળતી માહિતી મુજબ, IPLના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા હરાજી કરનાર દ્વારા હરાજી કરવામાં આવશે. મલ્લિકા સાગર આ ભૂમિકામાં હશે, જેણે પહેલાથી જ બે મહિલા પ્રીમિયર લીગ (WPL)માં આ ભૂમિકા અસરકારક રીતે ભજવી છે.

કઈ ટીમના પર્સમાં કેટલા પૈસા છે?

CSK: રૂ. 31.4 કરોડ
DC: રૂ. 28.95 કરોડ
GT: રૂ. 23.15 કરોડ
KKR: રૂ. 32.7 કરોડ
LSG: રૂ. 13.9 કરોડ
MI: રૂ. 15.25 કરોડ
PBKS: રૂ. 29.1 કરોડ
RCB: રૂ. 40.75 કરોડ
RR: રૂ. 14.5 કરોડ
SRH: રૂ. 34 કરોડ

અલગ-અલગ ટીમો દ્વારા બહાર પાડવામાં આવેલા ખેલાડીઓ કોણ છે?

ચેન્નાઈ સુપર કિંગ્સ:

આકાશ સિંહ, અંબાતી રાયડુ, બેન સ્ટોક્સ, ભગત વર્મા, ડ્વેન પિટોરિયસ, કાયલ જેમિસન, સિન્સદા મંગલા અને સુભ્રાંશુ સેનાપતિ.

દિલ્હી કેપિટલ્સ:

અમન ખાન, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, મનીષ પાંડે, મુસ્તાફિઝુર રહેમાન, ફિલ સોલ્ટ, પ્રિયમ ગર્ગ, રિલી રોસોઉ, રિપલ પટેલ, રોવમેન પોવેલ અને સરફરાઝ ખાન.

ગુજરાત ટાઇટન્સ:

દાસુન શનાકા, શિવમ માવી, યશ દયાલ, કેએસ ભરત, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડેન સ્મિથ અને અલઝારી જોસેફ.

લખનૌ સુપરજાયન્ટ્સ:

જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વોહરા, સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા, કરુણ નાયર, અર્પિત ગુલેરિયા અને સુયશ શેડગે.

મુંબઈ ઈન્ડિયન્સ:

અરશદ ખાન, રમનદીપ સિંહ, હૃતિક શોકિન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડુઆન જેન્સન, જે રિચાર્ડસન, રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન અને સંદીપ વૉરિયર.

કોલકાતા નાઈટ રાઈડર્સ:

શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, શાકિબ અલ હસન, લિટન દાસ, ડેવિડ વિઝ, આર્ય દેસાઈ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખજરોલિયા, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી અને જોન્સન ચાર્લ્સ.

પંજાબ કિંગ્સ:

ભાનુકા રાજપક્ષે, શાહરૂખ ખાન, મોહિત રાઠી, બલતેજ દંડ, રાજ બાવા.

રાજસ્થાન રોયલ્સ:

જો રૂટ, જેસન હોલ્ડર, ઓબેદ મેકકોય, અબ્દુલ બાસિત, કુલદીપ યાદવ, એમ અશ્વિન, કેસી કરિઅપ્પા, આકાશ વશિષ્ઠ અને કેએલ આસિફ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:

વાનિંદુ હસરંગા, જોશ હેઝલવુડ, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ.

સનરાઇઝર્સ હૈદરાબાદ:

હેરી બ્રૂક, આદિલ રાશિદ, અકીલ હુસૈન, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી અને વિવંત શર્મા.