અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ. આ વખતે ભાજપે 5, કોંગ્રેસે 5 આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાથી તેઓ પોતાને જ મત આપી શક્યા નથી. લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠકના બંને ઉમેદવાર આયાતી છે. પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એમ બંને હરીફોએ અમરેલીમાં મત આપ્યો.
ઉમેદવાર | પક્ષ | ક્યાં મતદાન કરશે? | ક્યાંથી લડે છે? |
મનસુખ માંડવિયા | ભાજપ | ભાવનગર | પોરબંદર |
હસમુખ પટેલ | ભાજપ | અમદાવાદ પશ્ચિમ | અમદાવાદ-પૂર્વ |
દિનેશ મકવાણા | ભાજપ | અમદાવાદ-પૂર્વ | અમદાવાદ-પશ્ચિમ |
મનસુખ વસાવા | ભાજપ | છોટાઉદેપુર | ભરૂચ |
પરશોત્તમ રૂપાલા | ભાજપ | અમરેલી | રાજકોટ |
ભરત મકવાણા | કોંગ્રેસ | આણંદ | અમદાવાદ-પશ્ચિમ |
સોનલ પટેલ | કોંગ્રેસ | અમદાવાદ-પશ્ચિમ | ગાંધીનગર |
પરેશ ધાનાણી | કોંગ્રેસ | અમરેલી | રાજકોટ |
ડૉ. તુષાર ચૌધરી | કોંગ્રેસ | બારડોલી | સાબરકાંઠા |
જશપાલ પઢીયાર | કોંગ્રેસ | છોટા ઉદેપુર | વડોદરા |
આ આયાતી ઉમેદવારોને મતદારોએ કેટલાં પસંદ કર્યાં છે તે તો 4 જૂને જ જાણવા મળશે.