ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસની રેસ જીતવા તરફ આગળ વધી રહ્યા છે, દેશના ઇતિહાસમાં સૌથી મોટી રાજકીય પુનરાગમન નોંધાવી રહ્યા છે. તેમણે ચૂંટણીમાં તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસને હરાવ્યા છે. ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં પોતાના સંબોધનમાં કહ્યું, ‘આ અમેરિકાનો સુવર્ણ યુગ હશે… અમેરિકાએ અમને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે યુદ્ધને લઈને મોટું નિવેદન પણ આપ્યું છે. પોતાના તાજેતરના ભાષણ દરમિયાન ટ્રમ્પે ઈઝરાયેલ અને યુક્રેન વચ્ચેના યુદ્ધ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે હું યુદ્ધ રોકવાનો છું, ફરી કોઈ યુદ્ધ નહીં થવા દઈશ. આ સિવાય પોતાના પાછલા કાર્યકાળની યાદ અપાવતા તેમણે કહ્યું કે અમે ચાર વર્ષમાં કોઈ યુદ્ધ નથી લડ્યું. જોકે ISISનો પરાજય થયો હતો.
#TRUMP #VANCE: “I think we just witnessed the greatest political comeback in the history of America. We’re never going to stop fighting for you and your dreams. After the greatest political comeback in history, we’re now going to have the greatest economic comeback too.” #POTUS… pic.twitter.com/Qtc4OF2OlG
— Jason Pepe 🇺🇸 (@Pepesplants) November 6, 2024
ત્રીજું વિશ્વ યુદ્ધને થતા અટકાવશે
અમેરિકન સેના અંગે ટ્રમ્પે કહ્યું કે અમે અમારી સેનાને વધુ શક્તિશાળી બનાવીશું અને યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ. તેઓ કહે છે કે રાષ્ટ્રપતિ તરીકે મારા કાર્યકાળ દરમિયાન વિશ્વમાં કોઈ મોટું યુદ્ધ શરૂ થયું નથી. ચૂંટણી પહેલા પણ ટ્રમ્પ યુદ્ધ વિરુદ્ધ બોલતા રહ્યા છે. તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ ક્યારેય શરૂ ન થાત. હમાસ અને ઈઝરાયલને લઈને તેણે એમ પણ કહ્યું કે જો હું ત્યાં હોત તો 7 ઓક્ટોબર જેવી સ્થિતિ સર્જાઈ ન હોત. હું ત્રીજું વિશ્વ યુદ્ધ થતું અટકાવીશ. (7 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયેલ અત્યાર સુધી જવાબી કાર્યવાહી કરી રહ્યું છે.)
તેમણે કહ્યું, તમને તમારા 47માં અને 45માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાના અસાધારણ સન્માન માટે હું અમેરિકન લોકોનો આભાર માનું છું. ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ અમને અભૂતપૂર્વ અને શક્તિશાળી જનાદેશ આપ્યો છે. તેમના પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે ભગવાને એક કારણસર મારો જીવ બચાવ્યો અને તે કારણ છે આપણા દેશને બચાવવા અને અમેરિકાને મહાનતામાં પાછું લાવવાનું. અમે સાથે મળીને તે મિશન પૂર્ણ કરીશું. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આપણે ઓછામાં ઓછા થોડા સમય માટે અમેરિકાને પ્રાથમિકતા આપવી પડશે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવવું પડશે. હું તમને નિરાશ નહીં કરું. આપણું ભવિષ્ય પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત હશે.