મુંબઈ: હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચર્ચામાંછે. ઘણી અભિનેત્રીઓએ તેમના પર થયેલા યૌન શોષણનો ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે. હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં MeToo મૂવમેન્ટ 2.O શરૂ થઈ ગઈ છે. હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. સ્વરા ભાસ્કરે હેમા કમિટીના રિપોર્ટ અંગે પોતાના મંતવ્યો શેર કર્યા છે. અભિનેત્રીના મતે શોબિઝ હંમેશા પિતૃસત્તાક સત્તા વ્યવસ્થા રહી છે, જ્યાં જો કોઈ મહિલા બોલે છે, તો તેને મુશ્કેલી સર્જનારનું લેબલ લગાવવામાં આવે છે.
હેમા કમિટીના રિપોર્ટ પર સ્વરા ભાસ્કરની પ્રતિક્રિયા
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યૌન શોષણ પર જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ જાહેર થવાને કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે અને દરરોજ ઈન્ડસ્ટ્રીની મહિલા કલાકારો આ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરવા આગળ આવી રહી છે. સ્વરા ભાસ્કર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ કલાકાર છે જેણે મલયાલમ ઉદ્યોગમાં શરૂ થયેલી MeToo ચળવળ પર પ્રતિક્રિયા આપી છે.
સત્તાનો દુરુપયોગ થાય છે
View this post on Instagram
હેમા કમિટીના 223 પાનાનો રિપોર્ટ વાંચ્યા બાદ સ્વરા ભાસ્કરે તેના પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું, ‘શું ભારતમાં અન્ય ભાષાના ઉદ્યોગો પણ આવી વાતો કરે છે? જ્યાં સુધી આપણે અસુવિધાજનક સત્યોનો સામનો નહીં કરીએ જે આપણે બધા જાણીએ છીએ કે આપણી આસપાસ છે, સત્તાના વર્તમાન દુરુપયોગની અસર નબળા લોકો પર પડવાનું ચાલુ રહેશે. કમિટિનો રિપોર્ટ વાંચીને દિલ તૂટી ગયું. કદાચ દરેક વિગત અને દરેક સૂક્ષ્મતા નહીં, પરંતુ સ્ત્રીઓએ આપેલી જુબાની તો દરેક જણ જાણે છે.
શોબિઝ એ પુરુષ કેન્દ્રિત ઉદ્યોગ છે
સ્વરા ભાસ્કર તેની પોસ્ટમાં આગળ લખે છે,’શોબિઝ એક પુરુષ કેન્દ્રિત ઉદ્યોગ છે અને અહીં હંમેશા પિતૃસત્તાક સત્તા વ્યવસ્થા રહી છે. આ એક અલગ વિચારસરણી છે, જે ખૂબ જ સંવેદનશીલ અને જોખમથી ભરેલી છે. પ્રોડક્શન શૂટનો દરેક દિવસ,પણ પ્રોડક્શન પહેલા અને પોસ્ટ-પ્રોડક્શનના દિવસો એવા દિવસો છે જ્યારે મીટર ચાલુ હોય અને પૈસા ખર્ચવામાં આવે. કોઈને વિક્ષેપો પસંદ નથી. જો વિક્ષેપ કરનાર વ્યક્તિ નૈતિક રીતે યોગ્ય હોય, માટે બોલ્યો હોય તો પણ એ ચાલુ રાખવું વધુ અનુકૂળ અને આર્થિક રીતે વ્યવહારુ છે.’
આસપાસના લોકો મોં ફેરવે છે
સ્વરાએ આગળ લખ્યું- ‘શોબિઝ માત્ર પિતૃસત્તાક નથી, પરંતુ તે પ્રભુત્વ પણ ધરાવે છે. સફળ અભિનેતાઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓને દેવતાનો દરજ્જો આપવામાં આવે છે અને તેઓ જે કરે છે તેને યોગ્ય ગણવામાં આવે છે. જો તેઓ કંઈક ખોટું પણ કરે છે તો આસપાસના દરેક લોકો તેને નજરઅંદાજ કરે છે. જો કોઈ વ્યક્તિ વધુ પડતો અવાજ કરે છે અને મુદ્દાને ટાળવા નથી દેતા તો તેને ‘ટ્રબલ મેકર’ તરીકે લેબલ આપવામાં આવે છે અને તેનું પરિણામ ભોગવવું પડે છે.” તમને જણાવી દઈએ કે, 19 ઓગસ્ટના રોજ કેરળ સરકારે 223 પાનાનો હેમા કમિટિનો રિપોર્ટ જાહેર કર્યો હતો.