રાજ્ય પરીક્ષા બોર્ડે TAT હાયર સેકન્ડરી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 6 ઓગસ્ટ 2023ના રોજ શિક્ષક અભિરૂચી કસોટી(ઉચ્ચતર માધ્યમિક) ગુજરાતી માધ્યમની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 101720 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રાથમિક કસોટીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમમાં કટ ઓફ માર્ક્સ ધરાવતા 43929 ઉમેદવારો માટે મુખ્ય કસોટીના બે પેપર માટેની વર્ણનાત્મક લેખિત કસોટી 17 સપ્ટેમ્બર 2023ના રોજ યોજવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

ટાટ એચએસની 41, 250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

આજે જાહેર થયેલા પરિણામમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારો 140થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે, ટાટ એચએસની 41, 250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારો પોતાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર 1 ડિસેમ્બર 2023થી 8 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.