બેંગલુરુઃ ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયા લિમિટેડના રૂ. 2ની ફેસવેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો IPO ગુરુવાર, 15 ઓક્ટોબરે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ બુધવાર, 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે, જે આઈપીઓ ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાં છે. આઈપીઓમાં બિડિંગ અને ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 19 ઓક્ટોબર રહેશે.
આ ઓફર માટે દરેક ઇક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ રૂ. 665થી રૂ. 700 નક્કી કરવામાં આવી છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 21 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યાર બાદ 21 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. આ ઓફરમાં સંપૂર્ણપણે શેરધારકો દ્વારા તેમના શેર વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. આ અંતર્ગત રૂ. 2ની ફેસવેલ્યુ ધરાવતા કુલ 1,21,74,046 ઇક્વિટી શેર વેચાણ માટે મૂકવામાં આવશે.
🚨 New Mainboard IPO🚨
𝘽𝙤𝙣𝙛𝙞𝙜𝙡𝙞𝙤𝙡𝙞 𝙏𝙧𝙖𝙣𝙨𝙢𝙞𝙨𝙨𝙞𝙤𝙣𝙨 𝙇𝙞𝙢𝙞𝙩𝙚𝙙 𝙄𝙋𝙊
🗓️Date : 15 to 19-Oct-2026
✴️Price : ₹558 – ₹586
✴️Lot : 25 Shares
📚Size : ₹2533.66 Cr#IPO #BonfiglioliIPO https://t.co/Re7fwwmgZ5
— Mehul Bumtaria (@mehul_bumtaria) October 12, 2026
કંપનીનું મુખ્ય મથક બેંગલુરુમાં આવેલું છે. કંપની વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) છે. કંપની સર્વેલન્સ, રિકોનેસન્સ, ટાર્ગેટિંગ અને કંટ્રોલ માટે સેન્સિંગ, ડેટા પ્રોસેસિંગ, કોમ્યુનિકેશન અને ગાઇડન્સ સિસ્ટમ્સનું ડિઝાઇન, ડેવલપમેન્ટ અને તેનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટ્સમાં થર્મલ ઇમેજિંગ કોર, વેપન સાઇટ્સ, હેન્ડહેલ્ડ થર્મલ ઇમેજિંગ બાયનોક્યુલર્સ, ટાર્ગેટિંગ સિસ્ટમ્સ, મિસાઇલ સીકર્સ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સ કંપનીના ટેક્ટિકલ સિસ્ટમ્સ અને પ્લેટફોર્મ સિસ્ટમ્સ વિભાગો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કંપની ડ્રોનના મોટા સમૂહનો સામનો કરવા માટે ડિરેક્ટેડ એનર્જી સિસ્ટમ્સ પણ વિકસાવી રહી છે. 30 જૂન, 2026 સુધીમાં કંપનીએ 24 દેશોમાં 28,000થી વધુ સિસ્ટમ્સ લાગુ કરી હતી.

કંપનીનું નેતૃત્વ તેના પ્રમોટર્સ અરવિંદ કોંડંગી લક્ષ્મીકુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અંકિત કુમાર અને સેસિલિયા ડિસોઝા કરે છે. કંપની પ્રોડક્ટ્સની ડિઝાઇન અને ડેવલપમેન્ટ ભારતમાં જ કરે છે. તેને કારણે કંપનીનાં ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ અને ઇન્ફ્રારેડ પ્રોડક્ટ્સ અમેરિકાના ઇન્ટરનેશનલ ટ્રાફિક ઇન આર્મ્સ રેગ્યુલેશન્સ (ITAR) હેઠળ લાગુ પડતા નિયંત્રણોથી મુક્ત રહે છે. નાણાકીય વર્ષ 2024થી કંપની પોતાની પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની 100 ટકા માલિકી ધરાવે છે. કંપની એસેટ-લાઇટ ઓપરેટિંગ મોડલને અનુસરે છે. તેના બેંગાલુરુ સ્થિત આર એન્ડ ડી સેન્ટરમાં ડિઝાઇન, પ્રોટોટાઇપ તૈયાર કરવા અને પરીક્ષણની કામગીરી કરવામાં આવે છે, જ્યારે મોટા પાયે ઉત્પાદનનું કામ પ્રમાણિત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ભાગીદારોને સોંપવામાં આવે છે.
કંપનીના ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં લિસ્ટ કરવાની દરખાસ્ત છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઓફરના બુકરનિંગ લીડ મેનેજર્સ છે.




