હરણી કાંડના આરોપીઓની જામીન કોર્ટે ફગાવી

હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા. આ બાદ તળાવમાં બોટિંગ કરતા સમયે બોટ પાણીમાં પલટી ગઈ હતી જેથી 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. આ મામલે ઊંડી પોલિસ તાપસ થઇ હતી અને હાઈકોર્ટમાં સૂઓમોટો કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ કેસના ત્રણ આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં આરોપી એવા પરેશ શાહ,વત્સલ શાહ, શાંતિલાલ સોલંકીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે અને જામીન મળ્યા નથી. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, ગુનો જોતા આરોપીઓ જામીનને પાત્ર નથી માટે જામીન અરજી રદ કરવામાં આવે છે.

શું હતો બનાવ?

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફટી વગર ક્ષમતા કરતા વધુ લોકોને બોટ પર ભરવાથી દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.