તેલંગાણામાં હાર બાદ KCR એ CM પદ પરથી રાજીનામું આપ્યું

તેલંગાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન બીઆરએસને પરાજયનો સામનો કરવો પડ્યો તે પછી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રવિવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલ્યું. બીઆરએસના કાર્યકારી પ્રમુખ રામા રાવે આ માહિતી આપી છે.

 

સાથે જ રાજભવને માહિતી આપી છે કે રાજ્યપાલે મુખ્યમંત્રીનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેસીઆરને નવી સરકારની રચના સુધી પદ પર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.