અશોક ગેહલોત રાજસ્થાનમાં રિવાજ ન બદલી શક્યા, રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ રાજ્યની પરંપરા અકબંધ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે. હવે સીએમ અશોક ગેહલોતે પોતાનું રાજીનામું રાજ્યપાલ કલરાજ મિશ્રાને સોંપી દીધું છે.