ટેક્સીચાલકે અનેક વાહનોની મારી ટક્કરઃ ડ્રાઇવરનું મોત

અમદાવાદઃ વેજલપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે એક ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર એક ટેક્સીચાલકે અંધાધૂંધ વાહનોને ટક્કર માર્યા પછી ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકનો પીછો કરીને તેને માર માર્યો હતો. આ કેસમાં પાંચથી છ લોકોની અટક કરવામાં આવ્યા પછી કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ વિસ્તારમાં ગુસ્સામાં આવેલા ટોળાએ કથિત રીતે ડ્રાઈવરની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના કંઈક એવી હતી કે કેબ ડ્રાઈવરે પહેલા વાસણાથી જુહાપુરા સુધીમાં અનેક વાહનોને ટક્કર મારીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેથી ગુસ્સામાં આવેલા લોકોના ટોળાએ માર માર્યો હતો. જોકે, ડ્રાઈવરની હત્યા કરવામાં આવી છે કે તેનું આકસ્મિક મોત થયું છે? એના અંગે પોલીસ તપાસ કરી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

જોકે  કેબચાલક નશામાં હતો અને તેણે અનેક નશની હાલતમાં કેબ ચલાવીને અનેક વાહનોને ટક્કર મારી હતી. મળતી જાણકારી પ્રમાણે ઈસનપુરમાં રહેનારા કારચાલક નશાની હાલતમાં કાર ચલાવી હતી અને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં અનેક વાહનોને ટક્કર મારી હતી.

વાસણાથી જુહાપુરા જતાં માર્ગ પર એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા હતા, જ્યારે જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે પણ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જોકે અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર ટોળું ઉશ્કેરાયું હતું અને હિંસક બન્યું હતું. ટોળાએ ચાલકને કારમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો.