Talati Exam 2023: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ

ગુજરાતાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ચૂકી છે. આજે રાજ્યમાં 2697 કેન્દ્રો પર આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા બાદ પરીક્ષાર્થીઓએ દાવો કર્યો હતો કે પેપર સામાન્ય અને સરળ હતુ પરંતુ લાંબુ હોવાથી સમય પર પૂર્ણ કરવામાં મુશ્કેલ બન્યુ હતુ. ખાસ વાત છે કે, રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી, જેમાં અંદાજિત 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને અગવડ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે પણ આજે વધારાની બસો દોડાવી હતી. સવારથી જ તમામ જિલ્લાના એસટી બસ સ્ટેન્ડો પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.


પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપી હતી. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉ પેપર ફૂટવાના ડર રહેતો હતો, જેના કારણે આ વખતે તમામ પ્રકારે સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં  આવી હતી..