T20 વર્લ્ડ કપ : ફાઇનલમાં ભારત-આફ્રિકાનો મહામુકાબલો

T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ આજે રાત્રે 8 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. ફાઈનલ મેચ દરમિયાન વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પુરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી, તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી તે જ સ્ટેડિયમમાં રમાશે. ભારત બીજી વખત ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે અને દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.

ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે

રોહિત શર્મા અંતિમ મેચમાં ફેરફાર કરી શકે છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શિવમ દુબેની જગ્યાએ સંજુ સેમસન અથવા યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે.

ભારત અને દક્ષિણ આમને સામને

T20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો દબદબો છે. બંને વચ્ચે કુલ 26 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 14 અને આફ્રિકાએ 11માં જીત મેળવી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સાઉથ આફ્રિકા પર દબદબો છે. બંને ટીમો 6 વખત સામસામે આવી ચુકી છે જેમાં ભારત ચાર મેચ જીત્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા બે મેચ જીત્યું છે.

બાર્બાડોસમાં વરસાદની શક્યતા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ શરૂ થશે ત્યારે વરસાદની 51 ટકા શક્યતા છે.