ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સિરીઝમાં જીત બાદ હવે ભારતીય ટીમ છેલ્લી વનડે મેચ રમશે અને ટી20 સિરીઝ રમાશે.આ T20 સિરીઝમાં હવે બે દિવસ પછી 3 ઓગસ્ટથી શરુ થશે.આ T20 સિરીઝમાં પહેલી મેચ ત્રિનિદાદમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનામાં અને ત્યારબાદ છેલ્લી બે મેચ ફ્લોરિડામાં રમાશે. ભારત અને વેસ્ટ-ઈન્ડિઝની T20 સિરીઝ દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યા નિભાવશે. જયારે વેસ્ટ ઈન્ડિઝ ના કેપ્ટન રોવમેન પોવેલ હશે.જ્યાં ટીમ ઈન્ડિયા યુવા ખેલાડીઓથી સજ્જ છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝે પાવરપેક ટીમની પસંદગી કરી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી T20 સિરીઝ તમે ડીડી સ્પોર્ટ્સ, ફેન કોડ તેમજ જિઓ સિનેમા બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.આ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મેચ હિન્દી અને અંગ્રેજીમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રેંડન કિંગ, ઓબેડ મેક્કોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશાને થૉમસ.
ભારતીય ટીમ : ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.
T20 શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ
- પ્રથમ T20 – 3 ઓગસ્ટ – ત્રિનિદાદ
- બીજી T20 – 6 ઓગસ્ટ – ગયાના
- ત્રીજી T20 – 8 ઓગસ્ટ – ગયાના
- ચોથી T20 – 12 ઓગસ્ટ – ફ્લોરિડા
- પાંચમી T20 – 13 ઓગસ્ટ – ફ્લોરિડા