ચેન્નઈઃ તામિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદની વચ્ચે સ્ટાલિન સરકારે બજેટ દરમ્યાન સરકારે ₹ના સિમ્બોલને દૂર કરીને એને અન્ય સિમ્બોલ ரூ સાથે બદલી કાઢ્યો છે. દેશમાં ₹ના સિમ્બોલને સત્તાવાર રીતે અપનાવામાં આવ્યો છે. બજેટ દરમ્યાન સરકારે નવો સિમ્બોલ પણ જારી કર્યો હતો.
કેન્દ્ર સરકાર સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના મુદ્દે સતત સંઘર્ષમાં રહેતી તમિલનાડુ સરકારે વધુ એક પગલું ભર્યું છે. જેમાં એમ.કે. સ્ટાલિન સરકારે હવે રાજ્યના બજેટના લોગોમાં પ્રતીક બદલ્યું છે. જેમાં તામિલનાડુ સરકાર 14 માર્ચ અને શુક્રવારના રોજ રાજ્યનું બજેટ રજૂ કરવા જઇ રહી છે. આ બજેટ અંગે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન એકસ પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં બજેટ લોગોમાં રૂપિયાના સત્તાવાર પ્રતીક ₹ ને બદલે તમિલ પ્રતીક ரூનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિડિયો શેર કરતાં સીએમ એમકે સ્ટાલિને તમિળમાં લખ્યું છે કે સમાજના તમામ વર્ગોના લાભ માટે તામિલનાડુના વ્યાપક વિકાસની ખાતરી કરવી.
சமூகத்தின் அனைத்துத் தரப்பினரும் பயன்பெறும் வகையில் தமிழ்நாட்டின் பரவலான வளர்ச்சியை உறுதி செய்திட…#DravidianModel #TNBudget2025 pic.twitter.com/83ZBFUdKZC
— M.K.Stalin (@mkstalin) March 13, 2025
હાલમાં તામિલનાડુ સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી કે પ્રતીક બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના સૂત્ર જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહી છે. ડીએમકેનો આરોપ છે કે કેન્દ્ર સરકાર તમિલનાડુ પર હિન્દી લાદવાનો પ્રયાસ કરી રહી છે.
