ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો ઇતિહાસ

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ઝિમ્બાબ્વેએ પહેલી વાર જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો છે. આજનો દિવસ ઝિમ્બાબ્વે ક્રિકેટના ઇતિહાસમાં હંમેશાં યાદ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ પહેલી બે વનડે મેચોમાં જીત મેળવીવે ભલે સિરીઝ 2-1થી જીતી લીધી હોય, પણ એ આજની મેચ જીતવામાં સફળ રહ્યું હતું.

લેગ સ્પિનર રેયાન બર્લે 10 રન આપીને પાંચ વિકેટ લઈને કેરિયરનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જેથી ઝિમ્બાબ્વેએ ત્રીજી અને છેલ્લી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

ઝિમ્બાબ્વેએ ત્રીજી વનડેમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાની ટીમને 141માં ઓલઆઉટ કરી હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ 10 ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી, જે પછી સમયાંતરે વિકેટો પડતાં ટીમ સસ્તામાં આઉટ થઈ હતી. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 11 ઓવર બાકી હતા, ત્યારે લક્ષ્ય હાંસલ કર્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન રેજિસ ચાકબવાએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા, જ્યારે તદિવાનાશે 35 રનોનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેએ સાત વિકેટે 142 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ત્રણ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં ડેવિડ વોર્નરે 96 બોલમાં 94 રન બનાવ્યા હતા. એ સિવાય ગ્લેન મેક્સવેલ (19) રન બનાવ્યા હતા. બાકી બધા ક્રિકેટરો સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.