ટોકિયોઃ ઓલિમ્પિક ગેમ્સ આયોજનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે એવા અહેવાલ છે કે ગેમ્સના એથ્લીટ્સ વિલેજમાં ડાઈનિંગ તથા જાહેર વિસ્તારોમાં આલ્કોહોલ પર પ્રતિબંધ મૂકાશે. જોકે એથ્લીટ્સને એમની રૂમમાં આલ્કોહોલ પીવાની છૂટ અપાશે. ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ આયોજન સમિતિના સીઈઓ તોશીરી મુતોએ કહ્યું છે કે અમે એથ્લીટ્સ પર એમની રૂમની અંદર બેસીને આલ્કોહોલ પીવા પર પ્રતિબંધ મૂકી ન શકીએ, પણ જાહેર વિસ્તારોમાં મૂકી શકીએ. નિર્ણય હજી લેવાયો નથી, વિચારણા હેઠળ છે.
ટોકિયોમાં 20 જૂન સુધી ઈમર્જન્સી લાગુ કરાઈ છે. તેને કારણે રેસ્ટોરન્ટ્સ તથા બીયર બારમાં આલ્કોહોલ પીરસવા પર મનાઈ છે. કોરોનાવાઈરસના કેસ પર અંકુશ રાખી શકાય એ માટે સત્તાવાળાઓ સ્થાનિક લોકો જાહેરમાં પાર્ટીઓ ન કરે એવું ઈચ્છે છે.