ભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ બોક્સર અને એશિયન ગેમ્સના સુવર્ણપદક વિજેતા ડિંગ્કો સિંહનું લાંબી બીમારી પછી ગુરુવારે નિધન થયું છે. તે 42 વર્ષના હતો. ભારતના અત્યાર સુધી સારા બોક્સરોમાંના એક ડિંગ્કો સિંહે 1998માં બેન્ગકોક એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીત્યો હતો. કેન્દ્રીય યુવા મામલે અને સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજિજુએ ડિંગ્કોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને રમત પ્રત્યે ભારે લગાવ પેદા કરવાનું શ્રેય તેને આપ્યું છે. 

સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ડિંગકો સિંહના નિધનથી મને દુઃખ થયું છે. ભારતના અત્યાર સુધીના સૌથી સારા બોક્સરોમાંના એક 1998ના બેંગકોક એશિયન ગેમ્સમાં ડિંગ્કોએ સુવર્ણપદકે ભારતમાં બોક્સિં ચેઇન રિએક્શનને જન્મ આપ્યો હતો. હું શોકગ્રસ્ત પરિવાર પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેના આત્માને શાંતિ આપે.

ભારતના પ્રોફેશનલ બોક્સર સુપરસ્ટાર વિજેન્દર સિંહે કહ્યું હતું કે ડિંગ્કોની જીવન યાત્રા અને સંઘર્ષ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્રોત રહેશે. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે તેના શોકગ્રસ્ત પરિવારને ભગવાન શોકમાંથી બહાર આવવાની શક્તિ આપે.

ડિંગ્કો સિંહ મે,2020માં કોરોના સંક્રમિત થયો હતો, પણ તેણ કોરોનાને જલદી માત આપી હતી, પણ કેન્સરની આગળ તેણે તેના ગ્લવ્સ મૂકી દીધા હતા. ગયા વર્ષે એપ્રિલમાં ડિંગ્કોને લિવર કેન્સરવૂ સારવાર માટે ઇમ્ફાલથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. ડિંગ્કો સિંહને 1998માં અર્જુન પુરસ્કાર અને 2013માં પद्मदદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]