આ ખેલાડી સંભાળી શકે છે IPL 2025માં KKKની કમાન

ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકો માટે IPLની સીઝન એક તહેવાર સમાન છે. નવી સિઝન માટે તમામ દસ ટીમોએ ટીમ બાંધણી અને કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમાંથી 8 ટીમોએ તેમનો કેપ્ટન જાહેર કર્યો છે. જોકે, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. બંને ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શન પહેલા તેમના પૂર્વ કેપ્ટનને રિલીઝ કર્યા હતા.

દિલ્લી કેપિટલ્સે હરાજીમાં કે.એલ. રાહુલને પોતાના સ્ક્વોડમાં સામેલ કર્યો છે, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સે કોઇપણ અનુભવયુક્ત કેપ્ટનશીપ સંભાળી શકે તેવા ખેલાડી પર દાવ લાગ્યો નથી. RCB બાદ હવે KKR પણ ચાહકો માટે કેપ્ટનશીપના મામલે સરપ્રાઈઝ આપી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કેપ્ટનશીપના દાવેદારોમાં અનેક નામ ચર્ચામાં છે. સૌથી આગળ રિંકુ સિંહ અને વેંકટેશ ઐયર છે. જો કે, બંનેને કેપ્ટનશીપનો વિશેષ અનુભવ નથી. IPLમાં કેપ્ટન માટે દબાણભર્યા નિર્ણયો લેવાના હોય છે. ટીમમાં વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ પણ છે, પણ તે દરેક મેચ રમશે એ નક્કી નથી. આવી પરિસ્થિતિમાં ફ્રેન્ચાઈઝી અજિંક્ય રહાણે પર ભરોસો મૂકી તેને કેપ્ટન બનાવી શકે છે.

અજિંક્ય રહાણે હાલમાં શાનદાર ફોર્મમાં છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં તે ટૂર્નામેન્ટનો ટોચનો સ્કોરર રહ્યો હતો. તેણે 9 મેચમાં 58ની સરેરાશ અને 164ના સ્ટ્રાઈક રેટ સાથે 469 રન બનાવ્યા હતા, જેમાં 5 અર્ધશતકોનો સમાવેશ થાય છે. ક્વાર્ટર ફાઇનલમાં હરિયાણાની વિરુદ્ધ સદી ફટકારી હતી. રહીમાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપનો અનુભવ પણ શ્રેષ્ઠ છે. તેણે ભારતીય ટેસ્ટ ટીમ માટે કેપ્ટનશીપ સંભાળી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતાડી હતી. ઉપરાંત, તે રાજસ્થાન રોયલ્સ માટે IPLમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે અને તેની આગેવાનીમાં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. ગત સિઝનમાં તે મુંબઈની રણજી ટ્રોફી વિજેતા ટીમનો કેપ્ટન પણ હતો. KKR માટે કેપ્ટનશીપના નિર્ણય પર બધાની નજર છે. ટીમના પ્રશંસકો અપેક્ષા રાખી રહ્યા છે કે કોલકાતા આગામી દિવસોમાં તેમના કેપ્ટનના નામની જાહેરાત કરશે.