વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડ, 2022નું આયોજન ચેન્નઈમાં થશે

ચેન્નઈઃ દેશ ચેન્નઈમાં આગામી 44મી વર્લ્ડ ક્લાસ ચેસ ઓલિમ્પિયાડ 2022ની યજમાની કરશે, એમ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF)એ ઘોષણા કરી હતી. AICFએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હા, હવે સત્તાવાર રીતે…ભારત ચેન્નઈમાં વર્લ્ડ ક્લાસ ઓલિમ્પિયાડ 2022નું યજમાનપદું સંભાળશે.

જોકે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) દ્વારા યુક્રેન પર હુમલાને કારણે રશિયા પાસેથી ચેસનું યજમાનપદું છીનવી લેવામાં આવ્યું હતું. જે પછી 44મી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન ચેન્નમાં થશે. ચેસ ઓલિમ્પિયાડ, 2022નું આયોજન 26 જુલાઈથી આઠ ઓગસ્ટ દરમ્યાન થશે. આ સાથે વિકલાંગ લોકો માટે પણ પહેલી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન રશિયા પાસેથી છીનવી લેવામાં આવ્યું છે.

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને આ સફળતા માટે ખુશી વ્યક્ત કરી હતી અને એને ગર્વની ક્ષણ બતાવી હતી. તેમણે પણ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે દેશની ચેસનું પાટનગર 44મી ચેસની ઓલિમ્પિયાડની યજમાની કરવા માટે તૈયાર છે. તામિલનાડુ માટે પણ આ ગર્વની ક્ષણ છે.ચેન્નઈ વિશ્વભરના બધા રાજાઓ અને રાણીઓની આવકારવા આતુર છે.

વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસનની વચ્ચે 2013માં ચેન્નઈમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી 44મી ચેસ ઓલિમ્પિયાડ, 2022 દેશમાં આયોજિત થનારું બીજી મોટી વિશ્વની સ્પર્ધાનું આયોજન હશે.