ચેસ ફેડરેશન IPLની જેમ ચેસ-લીગ શરૂ કરશે

નવી દિલ્હીઃ IPLની જેમ હવે ચેસની લીગ શરૂ થવાની છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને (AICF) છ ટીમોની લીગ કરવાનો નિર્ણય રવિવારે આયોજિત સામાન્ય સભામાં લીધો છે. 33 રાજ્ય એસોસિયેશનોને આના માટે રૂ. 10 લાખની મદદ કરવામાં આવશે. 700 ટ્રેનરોને તૈયાર કરવામાં આવશે, જે સરકારી સ્કૂલોમાં ચેસ શીખવાડશે. સ્પોર્ટ્સ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સંદર્ભમાં વાત કરી હતી.  

આ લીગ રેપિડ અને બ્લિટ્સ ફોર્મેટમાં રમવામાં આવશે, જેમાં દેશ અને વિદેશના નામને ગ્રાન્ડ માસ્ટરનો હિસ્સો બનાવાશે. આટલું જ નહીં, ફેડરેશને ચેસ ઓલિમ્પિયાડનું યજમાની કરવા માટે કમર કસી લીધી છે. 2026ના ઓલિમ્પિયાડ માટે ટેન્ડર મગાવવામાં આવશે, જેનો નિર્ણય આ વર્ષે થશે. જો આવતા વર્ષે ઓલિમ્પિયાડના યજમાનીમાંથી હાથ ખેંચવામાં આવશે તો આને હાંસલ કરવામાં પ્રયાસ કરવામાં આવશે.

ફેડરેશનના નવા અધ્યક્ષ ડો. સંજય કપૂરની આગેવાનીમાં થયેલી સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે એના માટે વિશ્વ ચેસ ફેડરેશને કરાર કર્યો છે.

એસોસિયેશને પાંચ વાર વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય લીધો છે. એ સાથે તેને સલાહકાર બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે. આનંદના પહેલેથી ફેડરેશન સાથે સંબંધ સારા નથી રહ્યા, પણ સંજય કપૂરે અધ્યક્ષપદ સંભાળ્યા પછી સૌથી પહેલું કામ આનંદને વિશ્વાસમાં લેવાનું કર્યું હતું.