100-વર્ષીય મહિલાએ પાવરલિફ્ટરનો વિશ્વ-રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ તમે આ વિડિયોને બોલી ઊઠશો- વાહ, કેમ કે એ 100 વર્ષના પાવરલિફ્ટરનો વિડિયો છે. એ અવિશ્વસનીય વિડિયો જોયા પછી તમને પણ કંઈ કરી છૂટવાની ઇચ્છા થશે, તમને જિમ જવાની ઇચ્છા થઈ જશે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વિડિયો કેટલાય લોકોને પ્રેરણા આપી રહ્યો છે. એવી સંભાવના છે કે આ શતાબ્દીની ક્લિપ જિમ જવા માટે પ્રેરણા પૂરી પાડશે.

ગિનેશ વર્લ્ડ રેકોર્ડ્સે (GWRએ) આશરે નવ કલાક પહેલાં વિડિયો શેર કર્યો હતો. અમેરિકાના ફ્લોરિડાના સૌથી વયોવૃદ્ધ પાવરલિફ્ટર એડિથ મુરવે-ટ્રેના આ સપ્તાહે 100મો જન્મદિવસ ઊજવી રહી છે, એમ તેમણે વિડિયોની સાથે લખ્યું છે. તેમની અવિશ્વસનીય ઉપલબ્ધિને કારણે તેમને આગામી GWR  બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ક્લિપમાં મુરવે-ટ્રેનાને સહજતાથી વેઇટલિફ્ટિંગ કરતાં દેખાડવામાં આવ્યા છે. તે જણાવે છે કે તેમણે 94 વર્ષની ઉંમરે પાવરલિફ્ટિંગ શરૂ કર્યું હતું અને પછી હરીફાઈમાં એવોર્ડ જીત્યા હતા. એ વિડિયોમાં તેમના એક મિત્ર પણ શતાબ્દીની યાત્રા વિશે વાત કરતા જોવા મળે છે.

આ પાવર લિફ્ટિંગનો વિડિયો અત્યાર સુધીમાં 52,000થી વધુ વાર જોવાયો છે અને એની સંખ્યા વધી છે. આ વિડિયો પર પ્રતિક્રિયા આપવા માટે લોકોએ પેટ ભરીને પ્રશંસા કરી છે અને કોમેન્ટ્સ શેર કરી છે. કેટલાય લોકોએ લખ્યું છે કે કેવી રીતે આ મહિલાએ તેમને પ્રેરણા આપી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે એ અવિશ્વસનીય છે, તમે કમાલ છો તો બીજાએ લખ્યું છે, પ્રેરણાદાયક.