કાંસ્યચંદ્રક-મેચઃ ભારતની હોકી-ખેલાડીઓ જોરદાર લડત આપીને હારી

ટોક્યોઃ અહીં ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે મહિલાઓની હોકી રમતમાં બ્રિટનની ખેલાડીઓએ ભારતને કાંસ્યચંદ્રક જીતવા ન દીધો. ત્રીજા સ્થાન માટેની મેચમાં બ્રિટિશ ખેલાડીઓએ ભારતની ખેલાડીઓને 4-3થી પરાજય આપ્યો. રાની રામપાલ અને તેની સાથીઓએ જોરદાર લડતનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બ્રિટનની ખેલાડીઓ એક ગોલના તફાવતથી આખરે વિજય મેળવી ગઈ.

ભારત વતી ગોલ કરનારઃ ગુરજીતકૌર (25 અને 26મી મિનિટે), વંદના કટારિયા (29).

બ્રિટનની ખેલાડીઓએ મેચની 10, 13, 20, 47મી મિનિટે ગોલ કર્યો હતો. બ્રિટનની મહિલા હોકી ટીમે આ સતત ત્રીજી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યો છે. 2012માં કાંસ્ય અને 2016માં સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ આ વખતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]