ફેડરરની ‘ટેનિસ સેન્ચુરી’… 100 નોટઆઉટ…

સ્વિટ્ઝરલેન્ડના દંતકથા સમાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આ રમતમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. એણે ગયા શનિવારે દુબઈમાં દુબઈ ચેમ્પિયનશિપ જીતીને પોતાની કારકિર્દીમાં 100મી સિંગલ્સ વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરી હતી.

ટેનિસમાં 100 સિંગલ્સ ટાઈટલ્સ જીતનાર ફેડરર માત્ર બીજો જ ખેલાડી છે. પહેલા છે અમેરિકન જિમી કોન્નર્સ, જેમણે એમની કારકિર્દીમાં કુલ 109 વિજેતા ટ્રોફી જીતી હતી.

અત્યાર સુધીમાં 20 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરનાર ફેડરરે દુબઈ ચેમ્પિયનશિપની સિંગલ્સ ફાઈનલમાં ગ્રીસના સ્ટેફાનોસને 6-4, 6-4થી હરાવ્યો હતો.

દુબઈની સ્પર્ધામાં ફેડરર આઠમી વાર ચેમ્પિયન બન્યા છે. 100મું સિંગલ્સ ટાઈટલ પોતે અહીંયા જીત્યા એ બદલ ફેડરરે ખુશી વ્યક્ત કરી હતી.

37 વર્ષના ફેડરરે 99મી ટ્રોફી એમના વતન બાસેલ શહેરમાંની સ્પર્ધામાં ગયા ઓક્ટોબરમાં જીતી હતી.

ફેડરરે એમના 100 ટાઈટલ્સમાંના 24 તો 2003ના ઓક્ટોબરથી 2005ના ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન સતત જીત્યા હતા.

ફેડરર પોતાની સામે રમતાં કારકિર્દીનું 100મું ટાઈટલ જીત્યા એ બદલ ગ્રીક ખેલાડી સ્ટેફાનોસ સીટસીપાસે આનંદ વ્યક્ત કર્યો છે. એણે કહ્યું કે હું જ્યારે 6 વર્ષની ઉંમરનો હતો ત્યારથી ફેડરરને ટીવી પર રમતા જોતો હતો. આજે એમની સામે ફાઈનલ મેચમાં રમવાનું સદ્દભાગ્ય સાંપડ્યું.

ફેડરરની સિદ્ધિ બદલ કયા ટેનિસ મહારથીએ શું કહ્યું? વાંચો…

httpss://twitter.com/JimmyConnors/status/1101902808414973952

ભૂતપૂર્વ પ્રોફેશનલ ટેનિસ ખેલાડીઃ જેમ્સ બ્લેક

httpss://twitter.com/JRBlake/status/1101882593681715200

એન્ડી રોડિકઃ ફેડરર સામે 3 વખત વિમ્બલ્ડન ફાઈનલમાં હાર્યો હતો

httpss://twitter.com/andyroddick/status/1101982626821361665

શેલ્બી રોજર્સઃ પ્રોફેશનલ મહિલા ટેનિસ ખેલાડી

httpss://twitter.com/Shelby_Rogers_/status/1101915669514326016

રોડ લેવર (ઓસ્ટ્રેલિયા): 11 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ્સ વિજેતા

httpss://twitter.com/rodlaver/status/1101894034274934784

હ્યુજ જેકમેન (હોલીવૂડ અભિનેતા)

httpss://twitter.com/RealHughJackman/status/1101931780091904000