હારેલા ખેલાડીઓની પસંદગી થતાં હાઇકોર્ટની લાલ આંખ

ચંડીગઢઃ જે બોક્સર અમિત પંધાલ, મોહિત અને સાગરથી હારેલા સચિન અને નરિન્દરની પસંદગી એશિયન ગેમ્સ માટે ભારતીય બોક્સિંગ ટીમમાં કરી દેવામાં આવી છે, જ્યારે જીતેલા ઓલિમ્પિયન સહિત ત્રણે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયન બોક્સર ફેડરેશન દ્વારા વગર ટ્રાયલે બોક્સરોની પસંદગીને પડકારતી અરજીઓ પર હાઇકોર્ટે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA), ઇન્ડિયન સ્પોર્ટ્સ એસોસિયેશન (SAI), સીએ કુટ્ટપ્પા, મુખ્ય કોચ, નેશનલ એલિટ મેન બોક્સિંગ કોચિંગ કેમ્પ, પટિયાલા અને વગર ટ્રાયલે પસંદ થયેલા બધા લોકો પાસેથી જવાબ માગ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજે કેસની સુનાવણી કરતાં અમિત પંધાલ સહિત આંતરરાષ્ટ્રીય બોક્સરો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર બધા પક્ષોને નોટિસ જારી કરીને 24 જુલાઈ સુધી જવાબ આપવા આદેશ કર્યો છે. આ કેસ ઓલિમ્પિયન રેસલર અમિત પંધાલ, રોહિત મોર અને સાગર દ્વારા ક્રમશઃ 51 કિલોગ્રામ, 57 કિલોગ્રામ, 92 કિલોગ્રામ વર્ગમાં દીપક, સચિન અને નરેન્દ્રની પસંદરીને પડકાર આપવાવાળી વિવિધ અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ વકીલ સજ્જન સિંહ મલિકે દલીલો દરમ્યાન કોર્ટને જણાવ્યું હતું કે યુવા મામલે અને સ્પોર્ટ્સ વિભાગે આંતરરાષ્ટ્રીય ગેમ્સનાં આયોજનોમાં ખેલાડીઓની પસંદગી માટે ભારતીય રાષ્ટ્રીય ખેલ વિકાસ સંહિત (NSCI), 2011ને જાહેર કરી હતી.

NSCI સ્પષ્ટ રૂપે દિશાનિર્દેશ આપે છે કે મુખ્ય આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભાગ લેવા માટે ખેલાડીઓની પસંદગી માટે ટ્રાયલ થશે, જેને આધારે ખેલાડીઓની અંતિમ પસંદગી થશે. ઉક્ત નિર્દેશોને ઓલિમ્પિક સંઘે હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો, જે મે, 2014એ ફગાવી દીધો હતો. બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પસંદગીના માપદંડોને સંપૂર્ણ રીતે મનમાની રીતે અને NSCI, 2011 અને પસંદગી નીતિની વિરુદ્ધ ગેરકાયદે રીતે બદલી નાખ્યા છે. ખેલાડીઓના દેખાવને બદલે પસંદગીકર્તાઓએ વ્યક્તિગત મૂલ્યાંકનને આધારે મનમાની રીતે પસદગી કરી છે, જે ગેરકાયદે છે.