સિડની: અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન-૨૦૨૩ બેડમિન્ટન સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં આજે રમાઈ ગયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતના જ બે ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં સ્ટાર ખેલાડી એચ.એસ. પ્રણયે સાથી ભારતીય પ્રિયાંશૂ રાજાવતને ૨૧-૧૮, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
આવતીકાલે રવિવારે રમાનારી ફાઇનલમાં પ્રણયનો મુકાબલો ચીનના વેન્ગ હોન્ગ યાન્ગ સાથે થશે. જેણે પોતાની સેમી ફાઈનલમાં મલેશિયાના લી ઝી જિયાને હરાવ્યો હતો. લી ભૂતપૂર્વ ઓલ-ઈંગ્લેન્ડ ચેમ્પિયન છે.
