પંકજ અડવાણીની નવી સિદ્ધિઃ એશિયન સ્નૂકર ટૂર ટાઈટલ જીતનાર પહેલા ભારતીય બન્યા

મુંબઈ – 9 વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા પંકજ અડવાણીએ ચીનના જિનાન શહેરમાં આયોજિત એશિયન સ્નૂકર ટૂર સ્પર્ધાના બીજા ચરણમાં આજે વિજેતાપદ હાંસલ કરીને આગામી વિશ્વ સ્પર્ધા પૂર્વે એમના હરીફોને ચેતવી દીધા છે.

અડવાણીએ ફાઈનલમાં ચીનના જુ રેતીને 6-1 માર્જિનથી પરાજય આપ્યો હતો. અડવાણીનો પરફોર્મન્સ પાવર-પેક્ડ રહ્યો હતો. એશિયન સ્નૂકર ટૂર સ્પર્ધા જીતનાર એ પહેલા જ એશિયન ખેલાડી બન્યા છે.

એક પખવાડિયાની અંદર હવે IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ યોજાવાની છે. અડવાણી બિલિયર્ડ્સ અને અને સ્નૂકર, બંને રમતમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે.