પાકિસ્તાને T20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ઇતિહાસ રચ્યો

કરાચીઃ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પાકિસ્તાને ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાનની આ 2021માં 18મી જીત છે. પાકિસ્તાનની ટીમે કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. T20 ક્રિકેટમાં આ વર્ષે વિશ્વની કોઈ પણ ટીમ સૌથી વધુ જીત છે. પાકે આ દરમ્યાન પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. બાબરની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે T20માં 18મી જીત હાંસલ કરી હતી.

વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને હૈદરઅલીની અર્ધ સદી પછી સટિક બોલિંગના દમે પાકિસ્તાને વેસ્ટ ઇન્ડિઝને પહેલી T20 મેચમાં 63 રનથી હરાવી દીધી છે. આ સાથે યજમાન પાક ટીમ ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી આગળ છે.  એક કેલેન્ડર વર્ષમાં 18 T20 મેચ જીતવાવાળી પાકિસ્તાની પહેલી ટીમ બની ગઈ છે. આ પહેલાં પાકિસ્તાને વર્ષ 2018માં કુલ 17 T20 મેચ જીતી હતી.

પાકિસ્તાને આપેલા 201 રનના લક્ષ્યને પાર કરવા ઊતરેલી વિન્ડિઝે ટીમ 19 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ હતી. વેસ્ટ ઇન્ડિઝના ઓપનર શાઇ હોપે સૌથી વધુ અધિક 31 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના મોહમ્મદ વસિમ જુનિયરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. હૈદર અલીને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની શરૂઆત સારી નહોતી, પણ મોહમ્મદ રિઝવાનના 78 અને હૈદર અલીએ ફટકારેલા 68 રનની મદદથી 200 રન બનાવ્યા હતા, જ્યારે વેસ્ટ ઇન્ડિઝનો પણ પ્રારંભ ખરાબ હતો. વેસ્ટ ઇન્ડિઝે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.