ઇન્દોરઃ ભારતીય મહિલા ક્રિકેટમાં બુધવારે એક નવો રેકોર્ડ બન્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા કોરોના કાળ વચ્ચે મહિલાઓની રાષ્ટ્રીય વનડે ચેમ્પિયનશિપ કરાવવામાં આવી રહી છે. હોલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં નાગાલેન્ડે ટોસ જીતીને બેંટિંગ પસંદ કરી હતી. મુંબઈ જેવી મજબૂત ટીમ સામે નાગાલેન્ડની મહિલા ક્રિકેટર સંઘર્ષ કરતી જોવા મળી હતી. મુંબઈની ટીમે નાગાલેન્ડની સામે રમાયેલી વનડે મેચ ચાર બોલમાં જીતી લીધી છે. નાગાલેન્ડની ટીમે આ વનડે મેચમાં 17.4 ઓવર બેટિંગ કરી હતી. આ ટીમ માત્ર કુલ 17 રન બનાવી શકી હતી. આમાંથી ત્રણ રન વધારાના મળ્યા હતા.
નાગાલેન્ડની ટીમના ત્રણ બેટ્સમેન ખાતું ખોલાવ્યા પહેલાં જ પેવેલિયન ભેગી થઈ હતી. પાંચ રનના કુલ સ્કોર સુધી પાંચ બેટ્સમેન આઉટ થઈ ચૂકી હતી. સૌથી વધુ નવ રન સરિબાએ બનાવ્યા હતા. મુંબઈની કેપ્ટન સયાલી સતધરેએ માત્ર પાંચ રન આપીને સાત વિકેટ લીધી હતી.
Unbelievable Womens Senior One Day Trophy (2020-21) game in Indore.
Nagaland 17 (17.4)
Mumbai chased down the total in only 4 balls! pic.twitter.com/of0oKp6ryQ
— Sarang Bhalerao (@bhaleraosarang) March 17, 2021
મુંબઈને એકથી પણ ઓછી સરેરાશથી રન બનાવવા માટે મહિલા ટીમને 18 રનનું લક્ષ્ય મળ્યું હતું. આના જવાબમાં મુંબઈ માત્ર ચાર બોલમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. કુલ પાંચ બોલ ફેંકવામાં આવ્યા હતા, જેમાંથી એક નો બોલ હતો. ઇશા ઓઝાએ ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા, એ પછી એક બોલ પર એક સિક્સ મારીને મેચ ખતમ કરી હતી. નાગાલેન્ડના છ બેટ્સમેન શૂન્ય રને આઉટ થઈ હતી. એ સિવાય ત્રણ બેટ્સમેને એક-એક રન બનાવ્યા હતા. સરીબાએ સૌથી વધુ નવ રન બનાવ્યા હતા.