IPL-2022: ગુજરાત પછી લખનઉ પણ પ્લેઓફમાં

નવી દિલ્હીઃ IPL 2022ની 15મી સીઝનની ચારમાંથી બે પ્લેઓફ ટીમોનાં નામનો નિર્ણય થઈ ચૂક્યો છે. ગુજરાત પછી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે કોલકાતા નાઇટરાઇડર્સની સામે રોમાંચક મેચમાં જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા પાકી કરી લીધી છે. જ્યારે કોલકાતાની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

IPL 2022: Lucknow Super Giants beat Kolkata Knight Riders by two runs.લખનઉના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો હતો અને એની ઓપનિંગ જોડીએ 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતાં કોલકાતાએ મજબૂત લડત આપી હતી.

કોલકાતાએ જોકે 142એ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ રિન્કુ સિંહે આક્રમક બેટિંગ કરીને મેચને રસપ્રદ બનાવી હતી. કોલકાતાને છેલ્લા બોલમાં જીતવા માટે ત્રણ રનની જરૂર હતી, ત્યારે ઉમેશ યાદવ ક્લીન બોલ્ડ થયો હતો. આમ કોલકાતાની સામે મેચ જીતવાની સાથે લખનઉની ટીમે પ્લેઓફમાં જગ્યા પાકી કરી લીધી હતી. લખનઉએ 14માંથી નવ મેચ જીતીને 18 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન પાકું કરી લીધું છે.

લખનઉની ટીમ હાલ બીજા ક્રમાંકે છે, પણ રાજસ્થાનના મુકાબલે પછી નક્કી થશે કે એને એલિમિનેટર રમવાનું છે કે ક્વોલિફાયર. રાજસ્થાનનો નેટ રન રેટ લખનઉથી સારો છે. આવામાં રાજસ્થાનની ટીમને ક્વોલિફાયરમાં રમવાની તક મળશે અને લખનઉની ટીમ ત્રીજા સ્થાને સરકી જશે.