ભારતની 2036-2040માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ઇચ્છા

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સનો ઇતિહાસ 100 વર્ષનો જૂનો છે. ભારતમાં આ રમતોનું આયોજન ક્યારેય નથી, પરંતુ આ રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે અને ભારતે 2036 અથવા 2040 પછીના આયોજિત થનારી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા દર્શાવી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (IOC)ના અધ્યક્ષ થોમસ બાકે કહ્યું હતું કે ભારત સહિત અનેક દેશો 2036 અને 2040 પછી થનારી ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ સંભાળવા તૈયાર છે.   

IOCએ હાલમાં ઘોષણા કરી હતી કે બ્રિસબેન 2032ની ઓલિમ્પિકનું યજમાની કરશે. ગયા મહિને 2032માં રમતોની યજમાની કરવા માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનને પસંદ કર્યા પછી IOC પાસે 2036 અને 2040 અને એના પછી થનારી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા ઇચ્છુક દેશો લાઇનમાં છે. રમતોનું આયોજન કરવા માટે ઇન્ડોનેશિયા, ભારત, જર્મની અને કતાર સામેલ છે.  બાકે કહ્યું હતું કે લાખો ડોલરના ખર્ચે રમતોનું આયોજનને લઈને ચર્ચા ચાલી રહી છે. હાલમાં ટોક્યો ગેમ્સ દરમ્યાન ઓલિમ્પિકનું યજમાનપદ માટેના ખર્ચના ભંડોળનો વિરોધ થઈ રહ્યો છે.

ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ના મહાસચિવ રાજીવ મહેતાએ ગેમ્સનું આયોજન કરવા માટે રસ દાખવ્યો છે. મહેતાએ કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકથી પહેલાં વિડિયો કોન્ફરન્સ દ્વારા IOA પંચની બેઠકમાં 2036 અને એના પછી થનારી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા ઇચ્છા દર્શાવી હતી.દિલ્હીના ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ કહ્યું હતું કે સ્વતંત્રતાના 100 વર્ષના પ્રસંગે 2048 રમતોના આયોજન માટે દરેક સંભવ પ્રયાસ કરીશું અને પાયાના માળખામાં ફેરફાર કરીશું.