IND vs ENG Test: દિગ્ગજોની નિવૃતી બાદ નવી ટીમની જાહેરાત, જાણો કોણે સંભાળી કમાન

IPL 2025 પૂર્ણ થવાના આરે છે, અને IPL પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઈગ્લેન્ડ સામે યોજાનારી ટેસ્ટ મેચની તૈયારીનો પ્રારંભ કરશે. આ વચ્ચે BCCI ઈગ્લેન્ડ સામે યોજાનારી ટેસ્ટ મેચમાં ક્યાં ક્રિકેટર ખેલાડી ભારતીય ટીમ તરફથી રમશે તેની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ રહી છે. બંનેની નિવૃત્તિ બાદ પહેલીવાર કોઈ નવી ટીમની જાહેરાત કરાઈ છે.

આ સાથે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાને રોહિત શર્માની નિવૃત્તિ બાદ નવો કેપ્ટન પણ મળી ગયો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે શુભમન ગિલ(કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ એસ્વરન, કરુણ નાયર, નિતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની સ્કવૉડ પસંદ કરવા માટેની સમિતિમાં સેક્રેટરી દેવજીત સાઈકિયા અને અજિત અગરકર સહિતના અન્ય સભ્યો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે નવી ટેસ્ટ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન અપાયું છે.  જોકે સ્ટાર બોલર મોહમ્મદ શમીને ઈજાઓને કારણે પાછલા બે વર્ષથી ટેસ્ટ સિરીઝ રમી રહ્યો નથી, આ વર્ષે પણ તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી.

રોહિતની નિવૃત્તિ બાદ હવે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ મેચના કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. આ સાથે રિષભ પંતને વાઈસ કેપ્ટન અને વિકેટકીપર તથા ધ્રૂવ જુરેલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો છે.   ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રોહિત શર્મા નિવૃત્ત થયા બાદ શુભમન ગિલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહમાંથી કોઇ એકને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે જેની શરૂઆત 20 જૂનથી થવાની છે.