IND vs AUS: મેદાનમાં કોહલીની ફરી બબાલ!, જુઓ વિડીયો

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. ઈન્ડિયાની ટીમ સામે ઓસ્ટ્રેલિયાન નવી ઓપનિંગ જોડી સેમ કોન્સ્ટાસને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો. તેની પહેલી જ મેચમાં સેમની ટક્કર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે થઈ હતી. આ મેચથી ફરી એક વખત વિરાટ કોહલીનું નામ ચર્ચામાં આવ્યું છે. જ્યાં વિરાટ અને સેમ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો છે.

આજે મેલબોર્ન ટેસ્ટનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે સેમ કોન્સ્ટાસે શાનદાર બેટિંગ કરી હતી. સેમે ભારતીય ઝડપી બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને સેમ વચ્ચે પહેલા દિવસે થોડી બોલાચાલી થઈ હોવાનો વીડિયો ખુબ ઝડપી વાયરલ થયો છે. ખરેખર ઇનિંગની 10મી ઓવર દરમિયાન, જ્યારે વિરાટ કોહલી આ યુવા બેટ્સમેન પાસેથી પસાર થયો, ત્યારે તેમના ખભા અથડાયા, ત્યારબાદ બંને વચ્ચે ટૂંકી બોલાચાલી થઈ અને અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે સેમ કોન્સ્ટાસે ખૂબ જ ઝડપી રન બનાવ્યા હતા. ભારતના ઝડપી બોલરો માટે આ યુવા ખેલાડીને આઉટ કરવો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખાસ કરીને જસપ્રીત બુમરાહ સામે તેણે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સેમે બુમરાહની એક જ ઓવરમાં 18 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ દાવમાં સેમ 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો.