આવી રીતે વર્લ્ડ કપમાંથી બહાર થશું વિચાર્યું પણ નહતું: હિથર નાઈટ

નવી દિલ્હી: ઈગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સેમીફાઈનલ મેચ રમ્યા વગર જ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. સિડનીમાં ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ, જેના કારણે ભારતીય ટીમને લીગ મેચોમાં મળેલી જીતને આધારે અંકમાં આગળ હતી જેથી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ અંગે ઈગ્લેન્ડ ટીમની કેપ્ટન હિથર નાઈટે કહ્યું કે, વર્લ્ડ કપમાં તમારી સફર આવી રીતે પૂર્ણ થાય તો નિરાશા ચોક્કસ આવે જ. મહત્વનું છે કે, આ વિશ્વ કપની શરુઆત ઈગ્લેન્ડની ટીમે સાઉથ આફ્રિકાના સામે હારીને કરી હતી પણ ત્યારપછી સતત ત્રણ લીગ મેચોમાં જીત મેળવીને સેમિફાઈનલમાં પ્રેવશ મેળવ્યો હતો ,જ્યાંથી તેમણે મેચ રમ્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું.

વરસાદને કારણે મેચ રદ થયા પછી હિથર નાઈટે કહ્યું કે, અમે આ રીતે ટી-20 વિશ્વકપનો અંત નહતા ઈચ્છતા પણ હવે શું થઈ શકે, સારું હોત કે, આના માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો હોત. સાઉથ આફ્રિકા વિરુદ્ધ હાર્યા પછી ફાઈનલમાં પહોંચવાની અમને આશા નહતી. પણ સેમીફાઈનલમાં પહોંચવાની આશા હતી જે અમે કરી બતાવ્યું. હિથરે આગળ કહ્યું કે, વરસાદે આખી રમત બગાડી નાખી. સેમીફાઈનલ માટે એમે તૈયાર હતા અને છેવટે નિરાશા હાથ લાગી સારા ગ્લેન અને સોફી એકલેસ્ટોને શાનદાર પ્રદર્શન કર્યું એટલા માટે તેઓ થોડી વધારે નિરાશ છે.