ક્રિકેટર સૂર્યકુમાર યાદવે રૂ. 2.15 કરોડની મર્સિડીઝ ખરીદી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે એક નવીનક્કોર મર્સિડિઝ બેન્ઝ ખરીદી છે. તેણે પત્ની દેવિસા શેટ્ટી સાથે મુંબઈમાં મર્સિડીઝની ડીલરશિપ ઓટો હેન્ગરથી કારની ડિલિવરી લીધી છે. તેણે કાર લીધા પછી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એનો ફોટો શેર કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી કાર મર્સિડિઝ બેન્ઝ GLE કૂપ હોવાની શક્યતા છે, કેમ કે GLE કૂપના બે વેરિયન્ટ છે- મર્સિડિઝ AMG GLE 53 4મેટિક અને મર્સિડીઝ AMG GLE 63 S 4મેટિક છે. આ કારની કિંમત રૂ. 1.55 કરોડથી રૂ. 2.15 કરોડ (એક્સ શોરૂમ)ની વચ્ચે છે.

જોકે SUV પર હંગામી નંબર પ્લેટ જોતાં માલૂમ પડે છે કે યાદવે મર્સિડીઝ બેન્ઝ GLS 400 ડી SUV  ખરીદી છે. યાદવે ખરીદેસી કાર GLE 63 S 4મેટિક કૂપ ટ્વિન ટર્બો, 4.0 લિટર V8 પેટ્રોલ એન્જિન છે, જે 612 hp અને 850 Nmનું ટાર્ક પેદા કરે છે.

સૂર્યકુમાર યાદવ પાસે વિવિધ કારોનું કલેક્શન છે. આ ક્રિકેટર જ્યારે પણ કાર લે છે , ત્યારે ફેન્સની સાથે એનો ફોટો જરૂર શેર કરે છે. યાદવ T20 મેચોમાં સારો દેખાવ કરી રહ્યો છે. જેનો લાભ તેને T20 રેન્કિંગમાં થયો હતો. તે T20 ઇન્ટરનેશનલમાં રેન્કિંગમાં બીજા ક્રમાંકે છે. જ્યારે તેના પહેલાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પહેલા ક્રમાંકે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]