પેરિસઃ ભારતનો રોહન બોપન્ના અને તેનો નેધરલેન્ડ્સનિવાસી ભાગીદાર મેટ્વે મિડલકૂપ અહીં ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષોના ડબલ્સના વર્ગની સેમી ફાઈનલમાં પહોંચ્યા છે. બેંગલુરુનિવાસી બોપન્ના અને મિડલકૂપ સાત વર્ષ બાદ પહેલી વાર ગ્રાન્ડસ્લેમ સ્પર્ધાની સેમી ફાઈનલમાં ફરી પ્રવેશ્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં એમણે લોઈડ ગ્લાસપૂલ (બ્રિટન) અને હેન્રી હેલીઓવારા (ફિનલેન્ડ)ની જોડીને 4-6, 6-4, 7-6 (3)થી પરાજય આપ્યો હતો. બોપન્ના-મિડલકૂપ 2015માં વિમ્બલ્ડન મેન્સ ડબલ્સ સેમી ફાઈનલમાં પહોંચ્યા હતા.
ગુરુવારે રમાનાર સેમી ફાઈનલમાં 42 વર્ષીય બોપન્ના અને 38 વર્ષીય મિડલકૂપનો સામનો માર્સેલો એરીવેલો (એલ સાલ્વાડોર) અને જ્યાં-જુલિયન રોજર (નેધરલેન્ડ્સ) સામે થશે.
(તસવીર સૌજન્યઃ @KarnatakaTennis)
