એશિયા-કપ હોકીઃ જાપાનને હરાવી ભારતે કાંસ્યચંદ્રક જીત્યો

જકાર્તાઃ ભારતના પુરુષોની હોકી ટીમે આજે અહીં જાપાનને 1-0થી હરાવીને એશિયા કપ-2022 સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જાપાની ખેલાડીઓએ ભારતીયોને ભારે ટક્કર આપી હતી. મેચનો એકમાત્ર ગોલ 7મી મિનિટે થયો હતો જ્યારે રાજકુમાર પાલે ફિલ્ડ ગોલ કર્યો હતો. ઉત્તમ કુમારે બોલ સાથે સરસ રીતે આગળ વધતા રહીને યોગ્ય જગ્યા બનાવી આપ્યા બાદ રાજકુમાર પાલે સર્કલની અંદર બોલને સંભાળી લીધો હતો અને એને બાદમાં ગોલમાં ધરબી દીધો હતો. તે પછી ભારતને ઉપરાછાપરી બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ જાપાની ખેલાડીઓએ તેનો ગોલ થવા દીધો નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]