BCCIએ મહિલા અંડર-19 T20 ટીમ માટે ઇનામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ ICC અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. મહિલા ટીમે ICC ટ્રોફી સૌપ્રથમ વાર જીતી છે. ટીમ ઇન્ડિયાના આ ધમાકેદાર દેખાવથી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) બહુ ખુશ છે અને બોર્ડે ટીમ ઇન્ડિયાને કરોડો રૂપિયા ઇનામ આપવાનું એલાન કર્યું છે.

BCCI સચિવ જય શાહે અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ અને સહયોગી સ્ટાફ માટે રૂ. પાંચ કરોડના રોકડ પુરસ્કારની ઘોષણા કરી છે. તેમણે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વિશ્વ કપ જીતવા પર ભારતીય મહિલા ટીમને શુભેચ્છાઓ આપી હતી. આ એક અભૂતપૂર્વ સફળતા છે, કેમ કે યુવા ક્રિકેટરોએ દેશને ગૌરવ અપાવ્યું છે. યુવા ક્રિકેટરોએ વગર ડરે પોતાના સાહસનો પરિચય આપ્યો છે.

શૈફાલી વર્માની આગેવાની હેઠળની અંડર-19 ટીમે એક વર્લ્ડ કપની ફાઇનલમાં એ કરીને બતાવ્યું હતું, જે તેમના સિનિયર્સ નહોતી કરી.

દેશમાં મહિલા ક્રિકેટ આગળ વધી રહી છે અને વિશ્વ કપ જીત મહિલા ક્રિકેટના કદને વધુ ઊંચે લઈ ગઈ હતી.  મને ટીમ અને સહયોગી સ્ટાફ માટે ઇનામની રકમના રૂપે રૂ. પાંચ કરોડની ઘોષણા કરતાં ખુશી થઈ હતી. આ એક પથ-બ્રેકિંગ યર છે, એમ શાહે ટ્વીટ કરતાં કહ્યું હતું. સચિવ બુધવારે ટીમ સાથે યુનિટને અમદાવાદમાં ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલેન્ડની T20 મેચ જોવા આવવાનું નિમંત્રણ આપ્યું હતું. ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપી હતી.