અશ્વિનની બોલિંગ ટેસ્ટ-સિરીઝનું પરિણામ નક્કી કરશેઃ પાનેસર

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. હાલ બંને ટીમો ચેન્નઈની એક હોટલમાં ક્વોરન્ટિનમાં છે અને બીજી બીજી ફેબ્રુઆરી પહેલાં પ્રેક્ટિસ નહીં કરી શકે. આ સિરીઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઘણી મહત્ત્વની છે. આ સિરીઝ સતત ચર્ચામાં છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિનને લઈને મોટા દાવા કર્યા છે. અશ્વિને હાલમાં ઓસ્ટ્રેલયાની સામે ટેસ્ટ સિરીઝમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે.

પાનેસરે કહ્યું છે કે રવિ અશ્વિન માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઘણો સારો રહ્યો આ સિરીઝમાં તે આત્મવિશ્વાસથી ઊતરશે. ઇંગ્લેન્ડના બેટસમેન અશ્વિનની બોલિંગનો સામનો કેવી રીતે કરે છે, એના પર સિરીઝનું પરિણામ નિર્ભર રહેશે. આર અશ્વિન પહેલાંથી વધુ સ્માર્ટ થયો છે. જે રીતે તેણે હાલમાં બોલિસંગ કરી છે તેને લઈને પાનેસરે સિરીઝના પરિણામની ભવિષ્યવાણી કરી છે. ભારત સિરીઝ જીતવા પ્રબળ દાવેદાર છે, પણ તે 4-0થી નહીં જીતી શકે. તે 2-1 અથવા 2-0થી જીતે એવી શક્યતા છે.

સિરીઝની પહેલી ટેસ્ટ મેટ પાંચ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં, બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં, ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં અને ચોથી મેચ અમદાવાદમાં રમાશે. બંને ટીમોનું મનોબળ ઘણું ઊંચું છે. જોકે ભારતનું પલડું આ ટેસ્ટ સિરીઝમાં ભારે છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]