વિશ્વનાથન આનંદના જીવન પરથી હિન્દી ફિલ્મ બનાવાશે

ચેન્નાઈઃ ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદના જીવનને આધારિત એક હિન્દી ફિલ્મ જાણીતા બોલીવૂડ દિગ્દર્શક આનંદ એલ. રાય બનાવવાના છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટડ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટરના માધ્યમથી આપી છે. ચેસ મહારથી આનંદ વિશેની ફિલ્મનું નિર્માણ સનડાયલ એન્ટરટેનમેન્ટ (મહાવીર જૈન) અને કલર યેલો પ્રોડક્શન્સ (આનંદ એલ. રાય) કંપનીઓ કરશે. પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા આનંદે ગઈ 11 ડિસેમ્બરે જ એમનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ફિલ્મમાં આનંદનું પાત્ર કોણ ભજવશે એ હજી નક્કી કરાયું નથી. કેટલાક નેટયૂઝરનું કહેવું છે કે આ રોલ માટે અભિષેક બચ્ચન વધારે જામશે. એક યૂઝરે ગુજરાતી અભિનેતા અને હાલમાં જ રિલીઝ થયેલી બિગ બુલ હર્ષદ મહેતા વિશેની ફિલ્મ ‘સ્કેમ 1992’ના અભિનેતા પ્રતિક ગાંધીનું નામ આપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]