ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’નું ધમાકેદાર ગીત “ભાઉ ભાઉ” લોન્ચ

અમદાવાદ: ગુજરાતી સિનેમાના દર્શકો માટે આગામી જન્માષ્ટમીનો તહેવાર મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. અમદાવાદ સ્થિત PVR એક્રાપોલિસ (Acropolis) ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં નવી ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’નું મનોરંજક ગીત “ભાઉ ભાઉ” લોન્ચ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક પાર્થ ત્રિવેદી, નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ (Jannock Films LLP) સહિત મિડિયા પ્રતિનિધિઓ અને ફિલ્મ જગતના મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.“ભાઉ ભાઉ” ગીતની ઝૂમતી ધૂન અને રમુજી અભિવ્યક્તિએ લોન્ચિંગ સાંજને યાદગાર બનાવી દીધી હતી. જન્માષ્ટમી સિઝનમાં આગામી ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ એક પરિવાર અને તેમના પાળતુ શ્વાન (Dog) વચ્ચેના અસાધારણ બંધન પર આધારિત છે. ફિલ્મમાં હાસ્ય, લાગણીઓ અને પારિવારિક મૂલ્યોને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે.ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં રોનક કામદાર, મિત્ર ગઢવી, શિવાની ભારદ્વાજ અને તત્સત મુનશી જેવા જાણીતા કલાકારો સામેલ છે. રોનક કામદાર પોતાના સંવેદનશીલ અભિનયથી વાર્તાને ઊંડાણ આપે છે, જ્યારે મિત્ર ગઢવી પોતાની શ્રેષ્ઠ કોમિક ટાઇમિંગથી ઉર્જા ઉમેરે છે. શિવાની ભારદ્વાજે પોતાની ભૂમિકા સંવેદનશીલતાથી નિભાવી છે અને તત્સત મુનશી ગ્રે શેડ સાથે વાર્તામાં નવો વળાંક લાવે છે.નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ હંમેશાં અર્થસભર અને ગુણવત્તાસભર મનોરંજન આપવા માટે જાણીતા છે. દિગ્દર્શક પાર્થ ત્રિવેદીના અનોખા દ્રષ્ટિકોણ સાથે તૈયાર થયેલી આ ફિલ્મ તમામ વયના દર્શકો અને પરિવાર માટે આ તહેવારોની સિઝનમાં એક પરફેક્ટ વોચ સાબિત થશે.