મુંબઈઃ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના મૂડીરોકાણવાળી રિયલ એસ્ટેટ ડેવલપર શ્રી લોટસ ડેવલપર્સના શેરોએ ઘરેલુ શેરબજારોમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. કંપનીના IPOને રોકાણકારોનો પ્રોત્સાહક રિસ્પોન્સ મળ્યો હતો. કંપનીનો IPO ઓવરઓલ 74 ગણો ભરાયો હતો. આ IPO હેઠળ કંપનીએ રૂ. 150ની ઇશ્યુ કિંમતે શેર ઓફર કર્યા હતા.
કંપનીના શેર્સ એની ઇશ્યુ કિંમત કરતાં 19 ટકા વધુ રૂ. 179.10 (BSE) અને રૂ. 178 (NSE) પર લિસ્ટ થયા હતા. જોકે આ શેરમાં નફારૂપી વેચવાલી આવ્યા પછી શેર બાઉન્સ બેક થયો હતો અને એ જ દિવસે 30 ટકાથી વધુ વધીને રૂ. 195.80ના ભાવ પર બંધ થયો હતો.
કંપનીના રૂ. 792 કરોડનો IPO 30 જુલાઈથી એક ઓગસ્ટ સુધી ખૂલ્યો હતો. આ IPOને રોકાણકારોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો અને IPO 74.10 ગણો ભરાયો હતો, જેમાં સંસ્થાકીય રોકાણકારો (QIB) માટે અનામત હિસ્સો 175.61 ગણો, બિનસંસ્થાકીય રોકાણકારો (NII)નો હિસ્સો 61.82 ટકા અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 21.77 ગણો અને કર્મચારીઓનો હિસ્સો 21.37 ગણો ભરાયો હતો. આ IPO હેઠળ રૂ. એકની મૂળ કિંમત ધરાવતા 5.28 કરોડ નવા શેરો જારી થયા હતા. આ શેરો દ્વારા ઊભું થયેલા ફંડમાંથી રૂ. 550 સબસિડિયરીઝમાં મૂડીરોકાણ અને બાકીના નાણાં કંપનીના અન્ય ઉદ્દેશો પર ખર્ચ થશે.
ઘરેલુ બજારમાં IPOનું લિસ્ટિંગ ગ્રે માર્કેટની અપેક્ષાઓ કરતાં પણ સારું રહ્યું હતું, જ્યાં આશરે 18 ટકા પ્રીમિયમની આશા દર્શાવવામાં આવી હતી.
જાણીતા ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની ફેબ્રુઆરી, 2015માં બનેલી આ કંપની મુંબઈમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીઝ બનાવે છે. કંપની મુખ્યત્વે અલ્ટ્રા લક્ઝરી અને લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ બનાવવા પર કેન્દ્રિત છે. જૂન, 2025 સુધીના આંકડા મુજબ કંપનીના ચાર પ્રોજેક્ટસ પૂરા થઈ ચૂક્યા છે અને પાંચ ચાલી રહ્યા છે અને આગામી 11 પ્રોજેક્ટ આવવાની સંભાવના છે.
કંપનીમાં અમિતાભ, આશિષ કચોલિયા, શાહરુખ ખાન અને રાકેશ રોશન જેવા દિગ્ગજોએ મૂડીરોકાણ કર્યું છે. કંપનીએ નાણાં વર્ષ 2023માં રૂ. 16.80 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાં વર્ષ 204માં વધીને રૂ. 119.14 કરોડ અને નાણાકીય વર્ષ 2025માં રૂ. 227.89 કરોડે પહોંચ્યો હતો. કંપનીની કુલ આવક 2023માં રૂ. 169.95 કરોડ, 2024માં રૂ. 466.19 કરોજ અને 2025માં રૂ. 569.28 કરોડની કરી હતી. કંપની ટર્નઅરાઉન્ડ છે, જેથી કંપનીનાં દેવાંમાં ઝડપથી ઘટાડો થયો છે. કંપનીના દેવાં જે 2023માં 328.93 કરોડ હતું, એ 2024માં વધીને 428.24 કરોડે પહોંચ્યું હતું, પરંતુ એ 2025માં ઘટીને રૂ. 122.13 કરોડે આવી ગયું હતું.
આ IPOની સફળતા પછી શ્રી લોટસ ડેવલપર્સના આનંદ પંડિતે મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં બોલીવૂડની સેલિબ્રિટીનો જમાવડો થયો હતો. એ પાર્ટીની ઝલક જોવા માટે લિંક પર કરો ક્લિકઃ
View this post on Instagram
