શાંતિ એશિયાટિક સ્કુલમાં દીપાવલી પર્વ અને પર્યાવરણ જાગૃતિ પર વિશેષ સભાનું આયોજન

અમદાવાદ: શેલા વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કુલના વર્ગ-૨ ના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને દીપાવલીના મહત્વને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમની શરૂઆત વૃક્ષોનું રક્ષણ કરવા અને પ્રકૃતિના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપતા પ્રભાવશાળી નુક્કડ નાટકથી થઈ હતી. આ પ્રસંગે “ધ બેસ્ટ ટાઈમ ટુ પ્લાન્ટ અ ટ્રી વોઝ યર્સ અ ગો, ધ સેકન્ડ બેસ્ટ ટાઈમ ઈઝ નાઉ” તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. દીપાવલીના પર્વનું મહત્વ અને તેની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ સમજાવતી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેની સાથે એક ઉત્સાહભર્યું દીપાવલી ગીત પણ રજૂ થયું હતું. આ સમગ્ર કાર્યક્રમે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, સાંસ્કૃતિક મૂલ્યો અને પરસ્પર એકતાનો અદ્ભુત સંદેશ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.