તમારા હ્રદયનું કેવી રીતે ધ્યાન રાખશો? કાંદિવલીમાં સેમિનારનું આયોજન

મુંબઈ: તાજેતરનાં સમયમાં હ્રદય રોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે. યુવા વર્ગમાં પણ આમાંથી બાકાત નથી. કોઈપણ સ્થળે, કોઈપણ સમયે હાર્ટ અટેક આવવાના કેસો ચિંતાજનક છે. હ્રદય રોગના હુમલામાં કાં તો વ્યકિતનું તરત અવસાન થઈ જાય છે અથવા તેની તાત્કાલિક ગંભીર સારવારની નોબત આવે છે. આ સારવાર પણ ખર્ચાળ હોય છે. ત્યારે કાંદિવલીની જાણીતી સામાજીક સંસ્થા એઈડસ કોમ્બેટ ઈન્ટરનેશનલ (એસીઆઈ), મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા હાર્ટ અટેક- કાર્ડિયાક સમસ્યા અંગે સંયુકત સ્વરૂપે એક પ્રિવેન્ટિવ મેડિકલ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ સુશાંત યાદવ અને ડૉ મિનલ શેઠ

કાંદિવલીની જાણીતી સામાજીક સંસ્થા એઈડસ કોમ્બેટ ઈન્ટરનેશનલ (એસીઆઈ), મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા આગામી રવિવાર એટલે કે 27 એપ્રિલના રોજ હાર્ટ અટેક- કાર્ડિયાક સમસ્યા અંગે સંયુકત સ્વરૂપે એક પ્રિવેન્ટિવ મેડિકલ માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનારના આયોજન માટે કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) નો પણ ખાસ સહયોગ પ્રાપ્ત થયો છે. આ સેમિનારનું લક્ષ્ય લોકોમાં હાર્ટ-હ્દય સંબંધિત પ્રવર્તતી સમસ્યા, અટેક આવતા પહેલાંના સંકેતો, રોજબરોજના જીવનમાં હ્રદયની કાળજી લેવા માટે અને તેને સમજવા માટે શું ધ્યાન રાખવું, આ રોગ કે આક્રમણથી બચવા કેવા અગમચેતીના પગલાં ભરવા એ વિશે નિષ્ણાંત ડોકટર્સ દ્રારા ચર્ચા અને સંવાદ થશે.

સેમિનાર યોજવા પાછળ સંસ્થાઓનો ઉદેશ વિવિધ ગંભીર બિમારીઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી લોકો રોગનો ભોગ બનતા પહેલાં જ સાવચેત બની યોગ્ય પગલાં લઈ શકે અથવા રોગને ઉગતા ડામી શકે. આમ કરવાથી જ પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર સાથઁક થઈ શકે. સેમિનારમાં બે જાણીતા નિષ્ણાંત-અનુભવી ડોકટર અને રેડિઓલોજિસ્ટ ડો. મિનલ સેઠ અને કાડિઁઓલોજિસ્ટ ડૉ. સુશાંત યાદવ માહિતી અને માર્ગદર્શન આપશે. સેમિનારના અંતે 30 થી 45 મિનિટ પ્રશ્નોતરીનું સત્ર રહેશે. જેમાં લોકો પોતાના સવાલો -મુંઝવણો રજૂ કરી શકશે. સેમિનારનું સંચાલન ડો.ગીરિશ ત્રિવેદી કરશે. સેમિનારમાં ભાગ લેવા જાહેર જનતાને આમંત્રણ છે, આ માટે કોઈ ફી કે ચાર્જ નથી.

તારીખ– 27 એપ્રિલ, રવિવાર
સમય– સવારે 10 થી 12
સ્થળ– પંચોલિયા હોલ, ત્રીજે માળે, ટી.પી. ભાટિઆ કોલેજ ઓફ સાયન્સ, પ્રવેશ કાંદિવલી રિક્રીએશન કલબની સામેના ગેટથી, કાંદિવલી (વેસ્ટ)