ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ માહિતી જુઓ એક ક્લિકમાં..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાાં આવી રહ્યો છે. રાજ્યમાાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન આંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનાર મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને નિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાાં 18થી 29 વર્ષની વય જૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.

 

રાજ્યમાાં 51,839 પોલીંગ સ્ટેશન ઊભા કરવામાાં આવ્યા

બંને તબક્કામાાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાાં 29,357  પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન(PS) ઊભા કરવામાાં આવ્યા છે. જેમાં ગુજરાતમાાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાાં પાાંચ જિલ્લાઓમાં અમદાવાદમાાં 5610, સુરતમાાં 4637, બનાસકાાંઠામાાં 2613, વડોદરામાાં 2590 અને રાજકોટમાાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાાં પાાંચ જિલ્લાઓમાાં ડાંગમાાં 335, પોરબાંદરમાાં 494,તાપીમાાં 605, બોટાદમાાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4,91,35,400 મતદારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો, 2,53,59,863 પુરૂષ મતદારો તથા 1391 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા છે.

સૌથી વધુ મહિલા મતદાર ધરાવતાં જિલ્લામાંઓમાં અમદાવાદ મોખરે

સૌથી વધુ મહિલા મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે  અમદાવાદમાં 28,81,224, સુરતમાં 21,94,915, વડોદરામાં 12,72,996, બનાસકાંઠામાં 11,97,814 અને રાજકોટમાં 11,10,306નો સમાવેશ થાય છે. જ્યારે  સૌથી વધુ પુરૂષ મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે  અમદાવાદમાં 31,23,306, સુરતમાં 25,50,905, વડોદરામાં 13,33,251, બનાસકાંઠામાં 12,93,100 અને રાજકોટમાં 11,96,897નો સમાવેશ થાય છે.

દાહોદ, નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતા મહિલા મતદારો વધારે

દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 7,85,746 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 7,99,241 છે. નવસારીમાં પુરૂષ મતદારોની સંખ્યા 5,39,018 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 5,39,500 છે. તેવી જ રીતે  તાપી જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 2,46,435 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2,59,256 છે. આમ, રાજ્યમાં ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપી એવા છે જ્યાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે.

18થી 29 વય જૂથનાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં  અમદાવાદમાં 11,97,539, સુરતમાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ થાય છે.

10,460 મતદારો 100 વર્ષ કે તેનાથી વધુ વયના

80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9,87,999 છે. રાજ્યમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે.

સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાની ચોર્યાસી

રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાની ચોર્યાસી છે. જેમાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

8 ડિસેમ્બરે પરિણામ

હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોણ બાજી મારશે એ તો હવે 8 ડિસેમ્બરે પરિણામના દિવસે જ ખબર પડશે.